ન્યુ ગુજરાત ગ્રાઉન્ડ રિપોર્ટ: મ્યુનિ. પાસે માત્ર 1.33 % ટુવ્હીલર અને 0.90% ફોર વ્હીલર માટે જ પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ છે

ન્યુ ગુજરાત ગ્રાઉન્ડ રિપોર્ટ:મ્યુનિ. પાસે માત્ર 1.33 % ટુવ્હીલર અને 0.90% ફોર વ્હીલર માટે જ પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ છે
Email :

શહેરમાં લગભગ 28 લાખ ટુ વ્હીલર, 9 લાખ કાર અને 3 લાખ રિક્ષાઓ રજિસ્ટર્ડ છે. વાહનોની વધતી સંખ્યાને પહોંચી વળવા માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા હોવી આવશ્યક છે. જોકે સ્થિતિ તેનાથી વિપરીત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર આપેલી માહિતી મુજબ, શહેરમાં 108 સ્થળે જ પાર્કિંગની વ્યવસ્થા છે, જેમાં ફક્ત 37,275 ટુ વ્હીલર અને 8,138 ફોર વ્હીલરની ક્ષમતા છે. આનો અર્થ એ થાય છે કે માત્ર 1.33 ટકા ટુ વ્હીલર અને 0.90

ટકા કાર માટે જ કાયદેસર પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ છે, જેના કારણે લોકોને વાહનો નો પાર્કિંગમાં, રહેણાક વિસ્તારો કે ખાનગી મિલકતોમાં કે આજુબાજુના રોડ પર અથવા તો જાહેર રસ્તા પર પાર્ક કરવાં પડે છે, જેથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. પૂર્વ ઝોનમાં 20 સ્થળોએ પાર્કિંગના સ્થળો આવેલાં છે, જેમાં 8,740 ફોર વ્હીલર અને 1018 ટુ વ્હીલરની ક્ષમતા છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં 16 સ્થળોએ 7105 ફોર વ્હીલર અને 1790 ટુ વ્હીલરની ક્ષમતા છે. જ્યારે

દક્ષિણ પશ્ચિમ અને મધ્ય ઝોનમાં પાર્કિંગની ક્ષમતા સૌથી ઓછી છે. દક્ષિણ ઝોનમાં 17 સ્થળોમાં 2,271 ફોર વ્હીલરની ક્ષમતા છે. પોલીસના અભિપ્રાય પછી પાર્કિંગ સ્થળોએ પીળા પટ્ટા કરાઈ રહ્યા છે અધિકારીએ જણાવ્યું કે, શહેરમાં નવા પાર્કિંગનાં સ્થળો શોધ્યાં છે. તેને પોલીસના અભિપ્રાય માટે મોકલી આપવામાં આવ્યા છે. આ સ્થળોની યાદી પોલીસના અભિપ્રાય આવી ગયો છે. ત્યાં પીળા પટ્ટા કરવાનું શરૂ કરી દીધું છે. આગામી સમયમાં વધુમાં વધુ સ્થળે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Leave a Reply

Related Post