મ્યુઝિયમની 131 વર્ષ જુની અદ્ભુત ડ્રેનેજ સિસ્ટમ: વડોદરામાં પૂર આવે પણ મ્યુઝિયમ અંદર એક પણ ટીપું પાણી ન ભરાય; વર્ષો સુધી કાટ ન લાગે તેવા લોખંડથી તૈયાર કરાયો છે વાલ્વ

મ્યુઝિયમની 131 વર્ષ જુની અદ્ભુત ડ્રેનેજ સિસ્ટમ:વડોદરામાં પૂર આવે પણ મ્યુઝિયમ અંદર એક પણ ટીપું પાણી ન ભરાય; વર્ષો સુધી કાટ ન લાગે તેવા લોખંડથી તૈયાર કરાયો છે વાલ્વ
Email :

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત ઓગસ્ટ 2024માં વિનાશક પૂર આવ્યું હતું. વિશ્વામિત્રી નદીની સપાટી એક અંદાજ મુજબ 40 ફૂટ પર પહોંચી ગઈ હતી. આમ છતાં વિશ્વામિત્ર નદીથી 500 મીટર દૂર આવેલા કમાટીબાગ સ્થિત મ્યુઝિયમમા પાણી ભરાયા ન હતા. જેનું મુખ્ય કારણ સર સયાજીરાવ ગાયકવાડની દ્રષ્ટિથી 131 વર્ષ પહેલાં બનેલો અંડર ગ્રાઉન્ડ વાલ્વ સિસ્ટમ છે. વિશ્વામિત્રી નદીની સપાટી 29 ફૂટ પહોંચે ત્યારે મ્યુઝિયમના કમ્પાઉન્ડમાં મૂકવામાં આવેલો નદીની લેવલનો

વાલ્વ બંધ કરી દેવામાં આવે છે જેના કારણે વિશ્વામિત્રી નદીના પાણી મ્યુઝિયમ સુધી પહોંચી શકતા નથી. પાણીના નિકાલ માટે વિશેષ ગટર વ્યવસ્થા તૈયાર કરાવી હતી શહેરના કમાટીબાગ ખાતે આવેલા 131 વર્ષ જુના રાજ્ય સરકાર હસ્તકના મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીના ક્યુરેટર વિજય પટેલે જણાવ્યું હતું કે, બરોડા મ્યુઝિયમમાં ભોયરાની ગેલેરી માટે ત્રણથી ચાર ફૂટ ઊંચા પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે મ્યુઝિયમની ફરતે એકત્ર થતા પાણીના નિકાલ માટે વિશેષ

ગટર વ્યવસ્થા તૈયાર કરાવડાવી હતી. જે આજે પણ કાર્યરત છે. નદીની સપાટી 27 ફૂટે પહોંચતા જ અમે વાલ્વ બંધ કરી દીધા હતા ક્યુરેટર વિજય પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ ગટરનું જોડાણ વિશ્વામિત્રી નદીમાં આપવામાં આવેલું છે. જે માટે ખાસ બે વાલ્વ બનાવવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટી 29 ફૂટે પહોંચે તે પહેલા જ અમે વાલ્વ બંધ કરી દઇએ છે. ગત ઓગસ્ટ 2024માં પૂર આવ્યું ત્યારે પણ અમે વિશ્વામિત્રી

નદીની સપાટી 27 ફૂટે પહોંચતા જ અમે વાલ્વ બંધ કરી દીધા હતા. જેથી મ્યુઝિયમમાં એક પણ ટીપું પાણી આવ્યું ન હતું અને મ્યુઝિયમની તમામ અમૂલ્ય ચીજ વસ્તુઓ સલામત રહી હતી. જોકે વર્ષ 2019માં અચાનક પુરના પાણી ધસી આવ્યા હતા અને વાલ્વ બંધ કરવાનો સમય મળ્યો ન હતો. ત્યારે પણ મ્યુઝિયમને કોઈ ઝાઝું નુકસાન થયું ન હતું. અદભુત ડ્રેનેજ સિસ્ટમના કારણે પાણી પહોંચી શકતું નથી આગામી આવી રહેલા ચોમાસામાં વિશ્વામિત્રી નદીમાં

વિનાશક પૂર ન આવે તે માટે રાજ્ય સરકારની સૂચના મુજબ વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીને પહોળી તેમજ ઉંડી કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ છતાં વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ સર્જાય તો પણ અમોને કોઈ ચિંતા નથી તેમ જણાવતા ક્યુરેટર વિજય પટેલે ઉમેર્યું કે, સર સયાજીરાવ ગાયકવાડના શાસનમાં બનાવવામાં આવેલી આ અદભુત ડ્રેનેજ સિસ્ટમના કારણે વિશ્વામિત્રી નદીનું પાણી મ્યુઝિયમ સુધી પહોંચી શકતું નથી અને ભારે વરસાદ હોય તો આસપાસ

ભરાતું પાણી પણ આ સિસ્ટમના કારણે સરળતાથી વિશ્વામિત્રી નદીમાં જતું રહે છે. 'મ્યુઝિયમની અંદર એક પણ ટીપું પાણી ભરાતું નથી' વિશ્વામિત્રી નદીની સપાટી 30 ફૂટે પહોંચે છે ત્યારે કમાટીબાગમાં નિચાણવાળા વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ જતા હોય છે, પરંતુ મ્યુઝિયમની અંદર એક પણ ટીપું પાણી ભરાતું નથી. જો પાણી ભરાયું હોય તો પણ તે અદભુત સિસ્ટમ દ્વારા વિશ્વામિત્રીમાં જતું રહે છે. આ ટેકનોલોજી મારા માણવા મુજબ એકમાત્ર વડોદરામાં છે

તેમ વધુમાં જણાવ્યું હતું. ગેલેરીમાં પાણી આવવાની શક્યતાઓ નહીવત્ ક્યુરેટર વિજય પટેલે જણાવ્યું કે, બરોડા મ્યુઝિયમ જ્યાં છે તે સયાજીગંજ વિસ્તારનો સૌથી ઊંચો ભાગ છે. સર સયાજીરાવ ગાયકવાડે પોતાના દૂરંદેશી વિઝન અનુસાર સુરક્ષાને ધ્યાનમાં રાખી ચોક્કસ માપદંડો દ્વારા બરોડા મ્યુઝિયમ બનાવ્યું હતું. આ સિવાય ઇમારત પર લગાવેલા નળિયાનું પાણી ભોયરામાં ન ભરાય તે માટે બહારના પરિસરમાં ડીઝલ પંપ ગોઠવવામાં આવ્યા છે. અગાઉ અહીં ઇલેક્ટ્રીક મોટર પંપ હતા, પરંતુ ચોમાસામાં વીજળી

ગુલ થઈ જવાની સમસ્યા વધુ હોય છે. તેથી જો લાઈટ ન હોય તો પણ એક વ્યક્તિ પણ વરસાદનું પાણી ખાલી કરી શકે તે હેતુસર અમે મોટી સાઈઝના ડીઝલ પંપ લગાવ્યા છે. આ ઉપરાંત સાવચેતીના ભાગરૂપે ઘૂંટણ સુધીની પાળીઓ પણ બનાવી છે. જેથી જો ગેલેરીની બહાર પાણી ભરાય પણ જાય તો આર્ટ ગેલેરીમાં પાણી આવવાની શક્યતાઓ નહીંવત્ છે. મ્યુઝિયમની ઇમારત વિદેશના આર્કિટેક્ચર દ્વારા બનાવાઈ વિજય પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મ્યુઝિયમમાં

પાણી આવતું રોકવા માટે બનાવવામાં આવેલા વાલ્વમાં પણ વર્ષો સુધી કાટ ન લાગે તે હેતુસર વિદેશમાંથી ખાસ પ્રકારનું લોખંડ મંગાવી આ વાલ્વ તૈયાર કરવામાં આવ્યા હતા. જેને નળ જેવી પદ્ધતિથી ફીટ કરી તેના ઉપર ઓપન અને ક્લોઝ પહેરો મારવામાં આવ્યા છે. જેથી પૂરને વિકટ પરિસ્થિતિમાં કોઈપણ ટેકનિકલ માણસ સિવાય સામાન્ય માણસ પણ તે વાલ્વ બંધ કરી શકે છે. આ સિવાય પણ મ્યુઝિયમની ઇમારત વિદેશના આર્કિટેક્ચર દ્વારા બનાવવામાં આવી હતી.

Leave a Reply

Related Post