'ગુજરાતીઓ બોડી બિલ્ડિંગ ન કરી શકે' એ મહેણું સુરતીએ ભાંગ્યું: 39 દેશના સ્પર્ધકોને માત આપી ગોલ્ડ મેડલ જીત્યો; રવિ રાંદેરીએ કહ્યું- 26 વર્ષનાં આકરાં સંઘર્ષ-મહેનતનું પરિણામ

'ગુજરાતીઓ બોડી બિલ્ડિંગ ન કરી શકે' એ મહેણું સુરતીએ ભાંગ્યું:39 દેશના સ્પર્ધકોને માત આપી ગોલ્ડ મેડલ જીત્યો; રવિ રાંદેરીએ કહ્યું- 26 વર્ષનાં આકરાં સંઘર્ષ-મહેનતનું પરિણામ
Email :

ગુજરાતીઓ બોડી બિલ્ડિંગ ન કરી શકે અને દાળ-ભાતનું મહેણું એક સુરતીએ ભાંગી નાખ્યું છે. મુંબઈ ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ બોડી બિલ્ડિંગ એટલે કે, મિસ્ટર વર્લ્ડની સ્પર્ધામાં 39 દેશના સ્પર્ધકોને માત આપીને એક સુરતીએ ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે તેને બોડી બિલ્ડિંગ અને ક્લાસિક બોડી બિલ્ડિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે મિસ્ટર વર્લ્ડ તરીકે પણ ઓળખાય છે. પોતાની

આ સિદ્ધિ અંગે રવિ રાંદેરીએ કહ્યું કે, સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી પોતાના 26 વર્ષના આકરા સંઘર્ષ અને મહેનતનું પરિણામ મેળવ્યું છે. શાર્ક ચેમ્પિયનશીપ વર્લ્ડ વાઇડ-એએમ મુંબઈમાં યોજાઈ હતી સુરતના આર. આર. ફિટનેસ હબના કોચ રવિ રાંદેરીએ ફરી એક વખત ભારતનું નામ રોશન કર્યું છે. વર્લ્ડ ફિટનેશ ફેડરેશન દ્વારા શાર્ક ચેમ્પિયનશીપ વર્લ્ડ વાઇડ-એએમનું આયોજન કરાયું હતું, જે મુંબઈ

ખાતે યોજાઇ હતી. જેમાં સુરતના રવિ રાંદેરીએ પહેલો નંબર હાંસલ કરીને માત્ર સુરત જ નહીં, પરંતુ ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. 39 દેશના સ્પર્ધકોમાં સુરતીનો દબદબો સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ચીન સહિત વિશ્વના 39 દેશના સ્પર્ધકો વચ્ચે ભારત અને સુરતના રવિ રાંદેરીનો દબદબો જોવા મળ્યો હતો. રવિ રાંદેરીએ નેશનલ અને ઇન્ટરનેશન બન્ને ક્ષેત્રમાં રેકોર્ડ કરી

વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. એટલું જ નહીં, નેશનલ અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે સુરતી રવિ રાંદેરીનો દબદબો જોવા મળ્યો છે. ઇન્ટરનેશનલ લેવલની બોડી બિલ્ડિંગમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. જે મિસ્ટર વર્લ્ડ તરીકે પણ ઓળખાય છે. 26 વર્ષથી બોડી બિલ્ડિંગની પ્રેક્ટિસ કરૂ છુંઃ રવિ રાંદેરી રવિ રાંદેરીએ જણાવ્યું હતું કે, ઘણા લોકો મહેણાં મારતા હતા કે ગુજરાતીઓ

બોડી ન બનાવી શકે. તે દાળ-ભાત ખાઈને આરામની જિંદગી જીવે. આ બધાને મૂંહતોડ જવાબ આપ્યો છે. છેલ્લા 26 વર્ષથી બોડી બિલ્ડિંગની પ્રેક્ટિસ કરૂ છું. ગત વર્ષે ગોલ્ડ મેડલ જીત્યા બાદ મારો આગળનો ટાર્ગેટ મિસ્ટર વર્લ્ડ જીતવાનો હતો. જે મુંબઈમાં યોજાયેલી ઈન્ટરનેશનલ બોડી બિલ્ડિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી બે ગોલ્ડ મેડલ જીતી મિસ્ટર વર્લ્ડ બનવાનું સપનું પૂરું કર્યું છે.

‘33 વાર મિસ્ટર ગુજરાત બન્યો’ વધુમાં જણાવ્યું હતું કે, 26 વર્ષના આકરા સંઘર્ષ અને મહેનતનું પરિણામ રૂપે 33 વાર મિસ્ટર ગુજરાત, 8 વાર મિસ્ટર સુરત, 8 વાર મિસ્ટર સાઉથ ગુજરાત, 8 વાર મિસ્ટર ઇન્ડિયા અને એ મારું પહેલીવાર ફિટનેસ મોડલ ક્લાસિસ બોડી બિલ્ડિંગ હતું, જેમાં મેં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. જે મિસ્ટર વર્લ્ડના નામે ઓળખાય છે.

Leave a Reply

Related Post