ન્યુ ગુજરાત એક્સક્લુઝિવ: 15 વર્ષમાં સીબીએસઈ સ્કૂલોની સંખ્યા 345 ટકા વધી, દર વર્ષે 5થી 6 સ્કૂલ નવી ખૂલે છે

ન્યુ ગુજરાત એક્સક્લુઝિવ:15 વર્ષમાં સીબીએસઈ સ્કૂલોની સંખ્યા 345 ટકા વધી, દર વર્ષે 5થી 6 સ્કૂલ નવી ખૂલે છે
Email :

છેલ્લા 15 વર્ષમાં અમદાવાદમાં સીબીએસઈ સ્કૂલોની સંખ્યામાં 345 ટકાનો જ્યારે રાજ્યભરમાં સ્કૂલોમાં 680 ટકાનો વધારો થયો મળ્યો છે. અમદાવાદ શહેરમાં 2009 સુધીમાં સીબીએસઈની 20 સ્કૂલ હતી, જેની સંખ્યા 2025 સુધીમાં 89 સુધી પહોંચી છે. જ્યારે ગુજરાતમાં 2009 સુધીમાં 100 સીબીએસઈ સ્કૂલો હતી, જે હવે 689 થઈ ગઈ છે. નીટ, જેઈઈ, નાટા સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એનસીઈઆરટી આધારિત સીબીએસઈનાં પુસ્તકોના ચલણના કારણે સીબીએસઈ સ્કૂલોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું નિષ્ણાતોનું માનવું છે. શહેરની જાણીતી સીબીએસઈ સ્કૂલોમાં સંતાનોને ભણાવવાનો ક્રેઝ વાલીઓમાં

વધ્યો છે. વાલીઓ CBSE સ્કૂલ તરફ કેમ વળ્યા? નિષ્ણાતોના મતે આ ફાયદો રોજગાર-નોકરીની વિપુલ તકોના કારણે લોકોની આવકમાં નોંધપાત્ર વધારો થયો. બીજી તરફ માઇક્રો ફેમિલીનો ટ્રેન્ડ, એક કે બે સંતાન હોવાને કારણે વાલીઓ ફીનો ખર્ચ કાઢતા થયા છે. ઉપરાંત દેશભરમાં સીબીએસઈનો એક સરખો સિલેબસ હોય છે. આથી લોકો નોકરી માટે એક કે બીજા રાજ્યમાં જતા હોવાથી સંતાનની સ્કૂલ બદલવી પડે છે, જેથી તેઓ સીબીએસઈમાં જ પ્રવેશ લે છે. - મનન ચોકસી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ઉદગમ સ્કૂલ જેઈઈ, યુજી નીટ,

નાટા જેવી નેશનલ લેવલની એન્ટ્રન્સ ટેસ્ટમાં એનસીઈઆરટી સીબીએસઈ બોર્ડના ધોરણ 10 અને 12ના કોર્સને લગતો પ્રશ્નો પુછાય છે. સીબીએસઈ બોર્ડની સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકોને પ્રતિ વર્ષ સ્પેશિયલ ક્લાસ રૂમ ટીચિંગની તાલીમ અપાય છે, આ શિક્ષકો વેલ ટ્રેઇન્ડ હોવાથી વિદ્યાર્થીઓને અપાતું ક્લાસ રૂમ ટીચિંગ સકારાત્મક હોય છે. - એમ. કે. ચન્દ્રન, શિક્ષણવિદ શહેરની આ સ્કૂલોમાં સીબીએસઈ બોર્ડ ઉદગમ, સ્કૂલ, સ્વસ્તિક સ્કૂલ, નિર્માણ સ્કૂલ, વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ, સોમ લલિત સ્કૂલ, સીએન વિદ્યાલય, એશિયા સ્કૂલ, ત્રિપદા, દિવ્યપથ સ્કૂલ, ટ્યુલિપ ઇન્ટરનેશનલ, જિનેવા લિબરલ સ્કૂલ

Related Post