'જેણે પ્રસિદ્ધિ અપાવી તેણે જ મારી નાખી': પતિ હોલિવૂડ એક્ટ્રેસ ડોરોથીને છૂટાછેડા આપવા માગતો નહોતો; પત્ની પર રેપ કર્યો, ગોળી મારી, પોતે પણ મરી ગયો

'જેણે પ્રસિદ્ધિ અપાવી તેણે જ મારી નાખી':પતિ હોલિવૂડ એક્ટ્રેસ ડોરોથીને છૂટાછેડા આપવા માગતો નહોતો; પત્ની પર રેપ કર્યો, ગોળી મારી, પોતે પણ મરી ગયો
Email :

13 ઓગસ્ટ, 1980ની આ વાત છે પ્રખ્યાત હોલિવૂડ એક્ટ્રેસ ડોરોથી સ્ટ્રેટન પતિથી છૂટાછેડા લેવા માગતી હતી. તે દિવસે તે તેના પતિ સાથે છેલ્લી વાર વાત કરવા આવી હતી. ડોરોથી પ્રત્યે પતિનું વલણ ખૂબ જ ખરાબ હતું. આવી સ્થિતિમાં, એક્ટ્રેસના બિઝનેસ મેનેજર ઇચ્છતા હતા કે તેને પોતે તેના પતિના ઘરે જવાને બદલે, તે તેના વકીલ દ્વારા સમાધાન વિશે વાત કરે, પરંતુ તે ઇચ્છતી હતી કે તે પોતે જ તેના પતિ સાથે નાણાકીય સમાધાન વિશે વાત કરે, કારણ કે તે છૂટાછેડા પછી પણ જીવનભર પતિ સાથે મિત્રતા જાળવી રાખવા માગતી હતી. આનું કારણ એ પણ હતું કે પોલે જ ડોરોથીને એક ડેરીમાંથી બહાર લાવીને તેનો પરિચય ગ્લેમર વર્લ્ડ સાથે કરાવ્યો હતો. પણ કમનસીબે આ છેલ્લી મુલાકાત તેમના જીવનનો છેલ્લો દિવસ બની ગઈ. ડોરોથીની નગ્ન લાશ મોડી રાત્રે મળી આવી. એક સમયે તેની સુંદરતા માટે પ્રખ્યાત ડોરોથીના ચહેરા પર ગોળી વાગી હતી. તેના પતિનો મૃતદેહ પણ નજીકમાં જ નગ્નાવસ્થામાં પડેલો હતો. આ સમાચાર સાંભળીને દરેક વ્યક્તિ ધ્રુજી ઉઠ્યો હતો કારણ કે ડોરોથીનું મૃત્યુ ગ્લેમર જગતના ઇતિહાસમાં એક કાળા ડાઘ સમાન હતું. 'વણકહી વાર્તા'ના 4 પ્રકરણોમાં વાંચો ડોરોથીના સ્ટારડમ અને તેની

હત્યાની એવી વાર્તા કે જેના પર બે ફિલ્મો, એક સિરીઝ અને ઘણાં ગીતો બનાવવામાં આવ્યા છે. પ્લેબોય મેગેઝિનના કવર પેજ પર છવાઈને હોલિવૂડમાં પ્રવેશ કરનારી ડોરોથી સ્ટ્રેટને ઓક્ટોબર 1978માં પ્રમોટર પોલ સ્નિડર સાથે લગ્ન કર્યા હતા. પોલ એ વ્યક્તિ હતા જેણે ગરીબ પરિવારમાં જન્મેલી ડોરોથીની કાળજી લીધી અને પ્લેબોય મેગેઝિનમાં મોડેલ તરીકે ડેબ્યૂ કરાવ્યું. ડોરોથી સ્ટ્રેટનને તેના લગ્ન પછી પ્રકાશિત થયેલા પ્લેબોય મેગેઝિન માટે 'મિસ ઓગસ્ટ 1979'નો ખિતાબ મળ્યો હતો. તે સમયે, મેગેઝિન પબ્લિશર હ્યૂ હેફનરને ડોરોથીમાં એક ઊભરતી હોલિવૂડ સ્ટારની ઝલક દેખાઈ. આ જ કારણે તે ડોરોથી માટે ટીવી શો અને ફિલ્મોની ઓફરો લાવતા રહ્યા.1979માં, હ્યૂની મદદથી ડોરોથીએ ટીવી સિરીઝ 'બક રોજર્સ', 'ફૅન્ટેસી આઇલેન્ડ' અને 'અમેરિકાથોન', 'રોલર ડિસ્કો' અને 'સ્કેટ ટાઉન' ફિલ્મોમાં નાની ભૂમિકાઓ પણ કરી. જ્યારે પબ્લિશર હ્યૂ હેફનર ડોરોથીને હોલીવૂડમાં ખ્યાતિ અપાવવામાં મદદ કરી રહ્યા હતા, ત્યારે તેમને એવું પણ લાગતું હતું કે ડોરોથીએ તેના પતિ પોલથી અલગ થઈ જવું જોઈએ. કેમ કે, હ્યૂને લાગતું હતું કે પોલ પોતે લોકપ્રિય બનવા માટે ડોરોથીનો ઉપયોગ કરી રહ્યો છે. ડોરોથી પ્રત્યે પોલનું વલણ પણ ખરાબ થઈ રહ્યું હતું. તે પોતાને ડોરોથીનો મેનેજર માનવા લાગ્યો હતો. તે

ઘણીવાર ડોરોથીના શૂટિંગ સેટ પર આવતો અને હોબાળો મચાવતો. તે ડોરોથીને ઘણી રોકટોક કરવા ઉપરાંત તેના કામમાં અવરોધો પણ ઊભા કરવા લાગ્યો હતો. સેટ પર બંને વચ્ચે ઘણીવાર ઝઘડા થતા હતા. તેની સાથે કામ કરતા લોકો પણ એ ઘટનાઓના સાક્ષી હતા. તે ડોરોથીના દરેક કામની ક્રેડિટ પણ લેતો હતો. પોતાના અંગત જીવનમાં મુશ્કેલીઓ વચ્ચે, ડોરોથીને તેના કરિયરની પહેલી મોટા બજેટની ફિલ્મ 'ધે ઓલ લાફ્ડ' મળી. જેમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું ડિરેક્શન પીટર બોગડોનોવિચ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ ન્યૂયોર્કમાં થવાનું હતું. દર વખતની જેમ, આ વખતે પણ પતિ પોલ શૂટિંગ દરમિયાન ડોરોથી સાથે રહેવા માગતો હતો. જોકે, સેટ પર અનિચ્છનીય તકરારના ડરથી, ડોરોથીએ પોલને કહ્યું કે ફક્ત ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને જ સેટ પર આવવાની મંજૂરી છે. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ, પણ આખરે ડોરોથીએ પોલને ન્યૂ યોર્ક ન આવવા સમજાવ્યો. ન્યૂ યોર્કમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન આ પહેલી વાર હતું જ્યારે ડોરોથી તેના કો-આર્ટિસ્ટ સાથે તાલમેલ જાળવી શકી હતી. પહેલી વાર તેને સ્વતંત્રતાનો અનુભવ થયો. મહિનાઓ સુધી ચાલેલા શૂટિંગ દરમિયાન, ફિલ્મના ડિરેક્ટર પીટરને ડોરોથી ગમવા લાગી. પીટર તેની

સાથે ખૂબ જ આદરથી વર્તતો હતો, તેથી વિપરિત ડોરોથી તેના લગ્નજીવનમાં આદરનો અભાવ અનુભવતી હતી. આ જ કારણ હતું કે સમય જતાં તે પીટરને પણ પસંદ કરવા લાગી. શૂટિંગ પૂરું કર્યા પછી, ડોરોથી તેની પ્રમોશનલ ટૂરમાં વ્યસ્ત થઈ ગઈ, જેનાથી પોલનો ગુસ્સો વધી ગયો. તે ઘણીવાર ડોરોથીને ફોન કરતો અને તેની સાથે દલીલ કરતો. ઝઘડાઓથી હતાશ થઈને, ડોરોથીએ તેમની પહેલી મેરેજ એનિવર્સરી પછી તરત જ એક પત્ર લખીને અલગ થવાની માગણી મૂકી દીધી. પોલ ડોરોથીની આવક પર નિર્ભર હતો, તેથી તે આ પત્રથી ગુસ્સે થયો અને તેણે ડોરોથી સાથે ખોલેલા સંયુક્ત ખાતામાંથી બધા પૈસા ઉપાડી લીધા. હકીકતમાં તો ખાતામાંના મોટા ભાગના પૈસા ડોરોથીની ફિલ્મોમાંથી થયેલી કમાણીના હતા. એટલું જ નહીં, પોલે તેની એક્સ ગર્લફ્રેન્ડ સાથે અફેર પણ શરૂ કર્યું. તે આટલેથી અટક્યો નહીં અને ડોરોથીના અફેરના પુરાવા એકત્ર કરવા માટે એક ખાનગી જાસૂસને પણ રાખ્યો. પોલે તેની પત્નીની લક્ઝરી જગુઆર સહિતની બધી વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું. ડોરોથીએ પોલને છૂટાછેડા આપવાનો નિર્ણય લઈ લીધો હતો, તે જુલાઈ 1980માં પીટર સાથે બેવર્લી હિલ્સ એરિયામાં આવેલી તેની હવેલીમાં રહેવા ગઈ. પોલ આનાથી એટલો નારાજ થયો કે તે હેન્ડગન લઈને તેના

ઘરે પહોંચ્યો. તેણે ઝનૂનની બધી હદો વટાવી દીધી અને ડોરોથી અથવા ત્યાં જે કોઈને પણ જોયા તેને મારી નાખવાનું નક્કી કર્યું, પરંતુ સદનસીબે ત્યાં કોઈ નહોતું. ગુસ્સામાં, પોલ ભાન ગુમાવી બેઠો અને આત્મહત્યા કરવા નીકળી પડ્યો.આ પગલું ભરતાં પહેલા, તેણે તેના મિત્ર સાથે વાત કરી, જેણે પરિસ્થિતિને સમજીને તેને રોક્યો. ડોરોથી અને પોલના સંબંધોમાં હવે સમાધાનનો કોઈ અવકાશ નહોતો, છતાં પોલ ડોરોથી બીજા કોઈ સાથે રહે તે સહન કરી શકતો નહોતો. ડોરોથીએ છૂટાછેડા માટે ચર્ચા કરવા પોલને મળવા બોલાવ્યો ભલે બોલાવ્યો હતો પણ તેમ છતાં ડોરોથીના મનમાં હજુ પણ લગ્ન બચાવવાની આશા હતી, પરંતુ થયું ઊલટું. મુલાકાત દરમિયાન, ડોરોથીએ માની જ લીધું કે તેની પત્ની પીટરને પ્રેમ કરે છે અને ભવિષ્યમાં તેની સાથે જ રહેશે તે છૂટાછેડાનો નિર્ણય બદલશે નહીં. પોલ અંદરથી તૂટી ગયો હતો અને હજુ પણ પોતાના ખર્ચાઓની ચિંતા કરતો હતો. તેણે કહ્યું કે તે નાણાકીય સમાધાન માટે ડોરોથી સાથે છેલ્લી મુલાકાત કરવા માગે છે, જેના માટે ડોરોથી પણ સંમત થઈ. આ છેલ્લી મુલાકાત 14 ઓગસ્ટ, 1980 ના રોજ થઈ હતી. આ મુલાકાત માટે, બંનેએ લોસ એન્જલસમાં ભાડાનું એ ઘર પસંદ કર્યું જ્યાં તેઓ એક

સમયે સાથે રહેતા હતા. જોકે, ડોરોથી ગયા પછી, પોલ તેના બે મિત્રો સાથે આ ઘરમાં રહેતો હતો. તે દિવસની બપોરે જ્યારે ડોરોથી ઘરે આવી, ત્યારે પોલના બંને રૂમમેટ્સ તેમને એકાંત આપવા માટે ઘરની બહાર નીકળી ગયા.બંનેને આખી વાર્તા ખબર હતી. ડોરોથી લાંબા સમય સુધી ઘરના લિવિંગ રૂમમાં બેઠી રહી. તેને કામ અંગે બિઝનેસ મેનેજર તરફથી સતત ફોન આવી રહ્યા હતા. તે લિવિંગ રૂમમાં ફોન પર વાત કરતી રહી અને પોલ તે ફ્રી થાય તેની રાહ જોઈ રહ્યો હતો. ડોરોથીના બિઝનેસ મેનેજરે તેને સલાહ આપી કે પોલ સાથે વધુ સમય રોકાવું તેના માટે યોગ્ય નથી. મેનેજરે તેને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું અને કહ્યું કે વાટાઘાટોની રકમ અને જરૂરી દસ્તાવેજો વકીલ સાથે મોકલી દેવામાં આવશે. જોકે, ડોરોથીએ જવાબ આપ્યો કે તે પોલ સાથે પૈસા વિશે વ્યક્તિગત રીતે વાત કરવા માગે છે કારણ કે તે તેની સાથે સારો વ્યવહાર કરે છે અને છૂટાછેડા પછી પણ તે તેની સાથે મિત્રતા જાળવી રાખવા માગે છે. થોડા કલાકો પછી, લગભગ રાત્રે 8 વાગ્યે, પોલના બંને રૂમમેટ ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે જોયું કે ડોરોથીની કાર હજુ પણ બહાર પાર્ક કરેલી હતી. જ્યારે

તે અંદર ગયા ત્યારે તેમણે જોયું કે બેડરૂમનો દરવાજો બંધ હતો. તેમણે વિચાર્યું કે કદાચ બંને વચ્ચે સમાધાન થયું હશે અને તેઓ બેડરૂમમાં સારો સમય વિતાવતા હશે. આ જ કારણ હતું કે તેણે દંપતીને ખલેલ પહોંચાડવાને બદલે, લિવિંગ રૂમમાં તેમની રાહ જોવાનું વધુ સારું માન્યું. ઘણો સમય વીતી ગયો, પણ બંને રૂમમાંથી બહાર ન આવ્યા. હવે લગભગ રાતના 11 વાગી ગયા હતા, પણ દરવાજો હજુ પણ બંધ હતો.બન્ને રુમ મેટ ચિંતામાં હતા ત્યારે અચાનક પોલના ખાનગી ડિટેક્ટિવનો ફોન આવ્યો. ડિટેક્ટીવે કહ્યું કે તે ઘણા સમયથી પોલને ફોન કરી રહ્યો છે, પરંતુ તે ફોનનો જવાબ આપી રહ્યો નથી. જ્યારે પરિસ્થિતિ શંકાસ્પદ લાગી, ત્યારે તેમણે બેડરૂમમાં જવાનું નક્કી કર્યું. દરવાજો ખોલતાંની સાથે જ ભયાનક દૃશ્ય જોવા મળ્યું. ડોરોથી અને પોલના નગ્ન મૃતદેહ જમીન પર પડ્યા હતા. રૂમ લોહીથી લથપથ હતો અને બંનેના શરીર પર ગોળીના નિશાન હતા. બંનેએ તાત્કાલિક ખાનગી ડિટેક્ટિવ અને પોલીસને આ અંગે જાણ કરી. પોલીસે તાત્કાલિક આ હાઇ પ્રોફાઇલ કેસની તપાસ શરૂ કરી દીધી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, ડોરોથીની હત્યા કરવામાં આવી તે પહેલાં તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો. તેની હત્યા બપોરે ઘરે પહોંચ્યાના

એક કલાકની અંદર જ કરવામાં આવી હતી અને તેના બરાબર એક કલાક પછી પોલનું મૃત્યુ થયું હતું. ડોરોથીની હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ પોલ જ હતો. પોલીસની થિયર મુજબ, તેણે ડોરોથીને છૂટાછેડાનો નિર્ણય પાછો ખેંચવા માટે સમજાવી હશે, અને જ્યારે તે સંમત ન થઈ, ત્યારે તેણે તેના પર બળાત્કાર કર્યો હશે. પહેલા પોલે ડોરોથીના ચહેરા પર ગોળી મારી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી. આ મીટિંગના એક દિવસ પહેલા જ તેણે એક સેકન્ડ હેન્ડ હેન્ડગન ખરીદી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું કે, તે દિવસે, ડોરોથી પોલને મોટી રકમ આપવા માગતી હતી, જેના માટે તે તેના હેન્ડબેગમાં 1100 ડોલર લાવી હતી, પરંતુ કમનસીબે, તે પહેલાં જ તેની હત્યા કરવામાં આવી હતી. ડોરોથી સ્ટ્રેટનનો જન્મ 28 ફેબ્રુઆરી, 1960ના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં થયો હતો. ગરીબ પરિવારમાં ઉછરેલી, ડોરોથી ઘણીવાર શાળામાંથી રજા લઈને તેના પિતાની ડેરીમાં પાર્ટ-ટાઇમ કામ કરતી. ડોરોથી માત્ર 19 વર્ષની હતી ત્યારે એક દિવસ ડેરીમાં કામ કરતી વખતે તેની મુલાકાત 26 વર્ષના પોલ સ્નાઇડર સાથે થઈ. પોલ એક ધનાઢ્ય ક્લબનો પ્રમોટર હતો જેણે ડોરોથીની પ્રતિભાને પહેલી નજરે જ ઓળખી લીધી હતી. તેણે ડોરોથીને ડેરીમાં જ

મોડેલિંગની નોકરી ઓફર કરી. તે સમયે ડોરોથી મોડેલિંગ માટે તૈયાર નહોતી, પરંતુ કામ અંગે વધુ વાતચીતોએ તેમને એકબીજાની નજીક લાવ્યા. જે સમયે બંને રિલેશનશિપમાં હતા, તે સમયે પોલ પ્લેમેટ મેગેઝિન અને ઘણી મોડેલિંગ કંપનીઓ સાથે સંકળાયેલા હતા. તે ઘણીવાર ડોરોથીને મોડેલિંગ પ્રોજેક્ટ્સ ઓફર કરતો હતો. તેને એવું લાગવા લાગ્યું કે ડોરોથી મોડેલિંગમાં મોટી સિદ્ધિ મેળવી શકે છે. આ શક્યતાને ધ્યાનમાં રાખીને, એક દિવસ તેણે ડોરોથીને ન્યૂડ પ્રોફેશનલ ફોટોશૂટ કરાવવા માટે મનાવી લીધી. તે સમયે ડોરોથી માત્ર 19 વર્ષની હતી, તેથી તેણે મોડેલિંગ કોન્ટ્રાક્ટ માટે તેની માતાની પરવાનગી લેવી પડી. ડોરોથીની જગ્યાએ તેમણે જ મોડેલિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. દેખાવમાં ખૂબ જ સુંદર ડોરોથીના ફોટા તે સમયના બોલ્ડ પણ સૌથી પ્રખ્યાત પ્લેબોય મેગેઝિનને મોકલવામાં આવ્યા તો તેને પસંદ થવામાં વધુ સમય ન લાગ્યો તેને તરત જ લોસ એન્જલસથી પ્લેબોય મેગેઝિનમાં પ્લેમેટ (પ્લેબોય મેગેઝિનની મહિલા મોડલ) બનવાની ઓફર મળી. ગરીબ પરિવારમાંથી આવતી ડોરોથી પાસે લોસ એન્જલસ પહોંચવા માટે પૂરતા પૈસા નહોતા, તેથી તેના બોયફ્રેન્ડ પોલે તેના ખર્ચ અને તમામ વ્યવસ્થાની જવાબદારી લીધી. તેણે ડોરોથી માટે કપડાં ખરીદ્યા અને ફ્લાઇટ ટિકિટ બુક કરાવી. તે ડોરોથીની પહેલી હવાઈ મુસાફરી હતી.

Leave a Reply

Related Post