'જબ પ્યાર કિયા તો ડરના ક્યા!': આમિર દીકરા સામે લેડીલવ ગૌરી સાથે રોમેન્ટિક થયો; શાહરુખની ઉંમર દેખાઈ; 'સિતારે જમીન પર'ના પ્રીમિયરમાં ત્રણેય ખાન છવાયા

'જબ પ્યાર કિયા તો ડરના ક્યા!':આમિર દીકરા સામે લેડીલવ ગૌરી સાથે રોમેન્ટિક થયો; શાહરુખની ઉંમર દેખાઈ; 'સિતારે જમીન પર'ના પ્રીમિયરમાં ત્રણેય ખાન છવાયા
Email :

આમિર ખાન અને જેનેલિયા ડિસોઝાની ફિલ્મ 'સિતારે જમીન પર' આજે રિલીઝ થઈ છે. રિલીઝ પહેલા ગુરુવારે મુંબઈમાં સેલેબ્સ માટે એક ખાસ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. આ દરમિયાન શાહરુખ ખાન અને

સલમાન ખાન પણ આમિરને સપોર્ટ કરવા આવ્યા હતા. પ્રીમિયરની ખાસ ઝલક જુઓ- આમિર ક્રીમ કલરની શેરવાનીમાં શાનદાર લાગી રહ્યો હતો, જ્યારે આઝાદે ડાર્ક વાદળી કલરનો સૂટ પહેર્યો હતો. આમિરના લેડીલવ ગૌરીની વાત કરીએ તો લાઈટ ગ્રીન અને બ્લૂ કલરની

સાડીમાં સિમ્પલ લુકમાં પણ કમાલ લાગી રહી હતી. ફિલ્મ 'સિતારે જમીન પર' 2018ની સ્પેનિશ ફિલ્મ 'ચેમ્પિયન્સ'ની ઑફિશિયલ રિમેક છે. આ ફિલ્મમાં આમિર ખાન અને જેનેલિયા ડિસોઝા મુખ્ય ભૂમિકામાં છે. આમિર ખાનના હોમ પ્રોડક્શનની આ ફિલ્મનું નિર્દેશન આર.એસ. પ્રસન્ના કર્યું છે.

Leave a Reply

Related Post