એક નિર્ણયથી ‘અપંગ’ બન્યું યુક્રેન: ટ્રમ્પ લશ્કરી સહાય બંધ કરી ઝેલેન્સ્કીને ઘૂંટણિયે લાવશે, 2-4 મહિનામાં અસર દેખાશે, US ગુપ્ત માહિતી આપવાનું પણ બંધ કરી શકે છે

એક નિર્ણયથી ‘અપંગ’ બન્યું યુક્રેન:ટ્રમ્પ લશ્કરી સહાય બંધ કરી ઝેલેન્સ્કીને ઘૂંટણિયે લાવશે, 2-4 મહિનામાં અસર દેખાશે, US ગુપ્ત માહિતી આપવાનું પણ બંધ કરી શકે છે
Email :

વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચાના ત્રણ દિવસ પછી, અમેરિકાએ યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાની જાહેરાત કરી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ આદેશ તાત્કાલિક અમલમાં આવશે. આ મુજબ, અમેરિકા તરફથી યુક્રેન સુધી જે સહાય હજુ સુધી પહોંચી નથી તે પણ બંધ કરી દેવામાં આવી છે. આમાં પોલેન્ડ પહોંચેલા માલનો પણ સમાવેશ થાય છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ખાતરી ન થાય કે ઝેલેન્સ્કી ખરેખર શાંતિ ઇચ્છે છે ત્યાં સુધી યુક્રેનને રોકેલી સહાય પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં. યુક્રેનને લશ્કરી સહાય સ્થગિત કરવા અંગે US સંરક્ષણ વિભાગ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. ઝેલેન્સ્કીને

લશ્કરી સહાય બંધ કરી તેના કલાકો પહેલાં ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેણે કહ્યું- જ્યાં સુધી ઝેલેન્સ્કીને અમેરિકાનો ટેકો છે ત્યાં સુધી તેઓ શાંતિ ઇચ્છતા નથી. આ ઝેલેન્સ્કી દ્વારા આપવામાં આવેલું સૌથી ખરાબ નિવેદન છે. અમેરિકા આ ​​સહન કરશે નહીં. એક અધિકારીનો દાવો- સહાય કાયમી ધોરણે બંધ કરવામાં આવી નથી યુક્રેનને સૈન્ય મદદ રોકવામાં આવી છે તેને લઈને હાલ અમેરિકાના રક્ષા વિભાગ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોઈ ટિપ્પણી કરી નથી. બ્લૂમબર્ગે રક્ષા વિભાગના એક અધિકારીનો હવાલો આપીને જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ વાતની સમીક્ષા કરી રહ્યા છે કે શું ઝેલેન્સ્કી રશિયા સાથે શાંતિ કાયમ કરવા ઇચ્છે છે કે નહીં. ટ્રમ્પ

પ્રશાસનના એક અધિકારીએ ફોક્સ ન્યૂઝને કહ્યું કે આ સહાય કાયમી ધોરણે બંધ કરવામાં આવી નથી 8.7 હજાર કરોડની સહાય અટકાવી દેવામાં આવી ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, આનાથી એક અબજ ડોલર (8.7 હજાર રૂપિયા) ની હથિયાર અને દારૂગોળાની સહાય પર અસર પડી શકે છે. આ ટૂંક સમયમાં યુક્રેન પહોંચાડવાનાં હતાં. ટ્રમ્પના આદેશ પછી તે મદદને પણ રોકી દેવામાં આવી છે જેનો ઉપયોગ યુક્રેન માત્ર અમેરિકી ડિફેન્સ કંપનીઓ પાસેથી ડાયરેક્ટ નવા સૈન્ય હાર્ડવેર ખરીદવા માટે કરી શકે છે. અમેરિકી મદદ રોકાયા પછી રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા આપી નથી. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ CNNને જણાવ્યું હતું કે તે સ્પષ્ટ છે કે ઝેલેન્સ્કીના ખરાબ

વર્તનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જો ઝેલેન્સ્કી યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરે છે તો કદાચ આ પ્રતિબંધ હટાવી શકાય છે. યુક્રેન પર સહાય બંધ કરવાની અસર 2થી 4 મહિનામાં દેખાશે સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના માર્ક કેન્સિયનએ જણાવ્યું હતું કે અમેરિકાના સહાય બંધ કરવાના નિર્ણયની યુક્રેન પર ભારે અસર પડશે. ટ્રમ્પના આ નિર્ણયે એક રીતે યુક્રેનને 'અપંગ' બનાવી દીધું છે. કેન્સિયનએ કહ્યું કે યુએસ સહાય બંધ થવાનો અર્થ એ છે કે યુક્રેનની તાકાત હવે અડધી થઈ ગઈ છે. તેની અસર બે થી ચાર મહિનામાં દેખાશે. હાલમાં, યુક્રેન યુરોપિયન દેશો તરફથી મળી રહેલી

મદદથી થોડા સમય માટે લડાઈમાં રહેશે. અમેરિકા ગુપ્ત માહિતી આપવાનું પણ બંધ કરી શકે છે કેન્સિયને કહ્યું કે આ નિર્ણયનો અર્થ એ છે કે યુક્રેનને હવે કોઈપણ સંજોગોમાં શાંતિ કરાર સ્વીકારવો પડશે. કેન્સિયને ચેતવણી આપી હતી કે ટ્રમ્પ વહીવટીતંત્ર યુક્રેનને નબળા પાડવા માટે અન્ય પગલાંનો ઉપયોગ કરી શકે છે. તેમણે કહ્યું કે અમેરિકા યુક્રેનને આપવામાં આવતી ગુપ્ત માહિતી બંધ કરીને અને યુક્રેનિયન સેનાની તાલીમ બંધ કરીને ઝેલેન્સકીને ઘૂંટણિયે પાડી શકે છે. યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાના નિર્ણયની શું અસર પડશે? અમેરિકા યુક્રેનનું મુખ્ય સમર્થક રહ્યું છે. છેલ્લા 3 વર્ષોમાં અમેરિકાએ રશિયા સામેના સંઘર્ષમાં યુક્રેનને શસ્ત્રો, દારૂગોળો અને નાણાકીય સહાય પૂરી પાડી

છે. અહેવાલો અનુસાર, આ સહાય બંધ કરવાથી યુક્રેનની સંરક્ષણ ક્ષમતાઓ પર અસર પડશે. યુક્રેનને તેના પ્રદેશ પર નિયંત્રણ જાળવી રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. યુક્રેનનું સૈન્ય અમેરિકા દ્વારા પૂરા પાડવામાં આવતા શસ્ત્રો, ખાસ કરીને તોપખાના, ડ્રોન અને મિસાઇલ સિસ્ટમ પર ખૂબ નિર્ભર રહ્યું છે. તેના બંધ થવાથી યુક્રેન માટે રશિયન હુમલાઓનો જવાબ આપવો મુશ્કેલ બનશે. આનાથી રશિયા યુક્રેનના કેટલાક વધુ વિસ્તારો પર કબજો કરી શકે છે. ઝેલેન્સ્કી અમેરિકા સાથે વાટાઘાટો કરવા તૈયાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે તે અમેરિકા-યુક્રેન મિનરલ્સ ડીલ કરવા માટે તૈયાર છે. ઝેલેન્સ્કીએ લંડનમાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે તે ગયા અઠવાડિયે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દલીલ પછી પણ અમેરિકા સાથે વાતચીત કરવા ઇચ્છુક છે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે વ્હાઇટ હાઉસમાં થયેલી ઘટનાથી અમેરિકા કે યુક્રેનને કોઈ ફાયદો નહિ થાય, પરંતુ આ ઘટનાએ માત્ર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને લાભ પહોંચાડ્યો છે. જો તેમને બોલાવવામાં આવશે છે તો તેઓ વ્હાઇટ હાઉસ ફરી મળવા જશે. સુરક્ષાની ગેરંટીની શરત ફરીથી રાખી ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે તેમને આશા છે કે યુક્રેનની સુરક્ષા ગેરંટીની માગ સાંભળવામાં આવે. બંને પક્ષ આ અંગે સંમતિ દર્શાવે તો ડીલ થઈ શકે છે. તેમણે કહ્યું કે તેઓ માત્ર એટલું ઇચ્છે છે કે યુક્રેનનો પક્ષ પણ સાંભળવામાં આવે. યુક્રેની રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા ભાગીદારોએ

યાદ રાખવું જોઈએ કે આ યુદ્ધમાં હુમલાખોર કોણ છે. ઝેલેન્સ્કીએ સોમવારે સવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો. જેમાં તેમણે કહ્યું કે તેઓ અમેરિકાનું મહત્ત્વ સમજે છે. તેમણે કહ્યું કે એવો એકપણ દિવસ નથી કે જ્યારે તેમણે અમેરિકાનો આભાર ના માન્યો હોય. ઝેલેન્સ્કીએ ફરીથી કહ્યું કે અમે બધા જ આ વાત પર એકમત છીએ કે શાંતિ માટે સુરક્ષાની ગેરંટી જરૂરી છે. આ આખા યુરોપની સ્થિતિ છે. આ સમાચાર પણ વાંચો... ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું- ‘GET OUT’:10 મિનિટ સુધી બાખડ્યા બે નેતા, ઝેલેન્સ્કીએ કહ્યું- ‘હું માફી નહીં માગું’, અનેક દેશો યુક્રેની રાષ્ટ્રપતિના સપોર્ટમાં ઊતર્યા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ

સાથે વિવાદ થયા બાદ તેમને વ્હાઇટ હાઉસમાંથી બહાર કરવામાં આવ્યા. બંને નેતા વચ્ચે શુક્રવારે 40 મિનિટ સુધી શાંતિથી વાતચીત થઈ, પણ છેલ્લી 10 મિનિટ ઉગ્ર ચર્ચાઓ થઈ. આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો... ટ્રમ્પ સાથે જીભાજોડી બાદ ઝેલેન્સ્કીનું બ્રિટનમાં સ્વાગત: બ્રિટનના PM ગળે મળ્યા, કહ્યું- અમે તમારી સાથે છીએ; યુક્રેનને સપોર્ટ કરવા માટે લોકો રસ્તા પર આવ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી રવિવારે લંડનમાં યુરોપિયન દેશોના શિખર સંમેલનમાં ભાગ લીધો. શનિવારે ઇંગ્લેન્ડ પહોંચ્યા ત્યારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે ઝેલેન્સ્કીનું ગળે લગાવીને સ્વાગત કર્યું. લોકોએ ઝેલેન્સ્કીનું રસ્તાઓ પર જોરદાર નારાઓ સાથે સ્વાગત કર્યું. આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો...

Related Post