હાથમાં તલવાર અને માથે તાજ પહેરી એન્ટ્રી લીધી: રોયલ સ્ટાઇલમાં જન્મદિવસની ઉજવણી યુવકને ભારે પડી, હથિયારબંધી જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

હાથમાં તલવાર અને માથે તાજ પહેરી એન્ટ્રી લીધી:રોયલ સ્ટાઇલમાં જન્મદિવસની ઉજવણી યુવકને ભારે પડી, હથિયારબંધી જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
Email :

વડોદરા શહેરમાં અસામાજિક તત્વોના આતંક સામે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આ દરમિયાન જ એક નબીરાએ ઐયાશી અને રોફ જમાવવા માટે હથિયાર લઈ જાહેરમાં રીલ બનાવી હાથમાં તલવાર લઈ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી. વીડિયો વાઇરલ થતાં જ પોલીસ સક્રિય થઈ અને નબીરા ક્રિશ રાજેશભાઈ મુલાણી વિરુદ્ધ હથિયારબંધી જાહેરનામા ભંગ અતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ​​​​​​ સોશિયલ મીડિયામાં કલર કરવો ભારે પડ્યો વીડિયોમાં આ

નબીરો હાથમાં તલવાર લઈ ફલેટમાંથી એન્ટ્રી લે છે અને ત્યારબાદ રોયલ સ્ટાઇલમાં બૂલેટ પર મૂકેલ કેક પાસે પહોંચે છે અને ત્યારબાદ એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ગનશોર્ટ (એક પ્રકારનો ફટાકડો) લઈને ઉજવણી કરતો નજરે પડે છે. હાથમાં તલવાર લઈ રીલ બનાવી જાહેરમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરતા આ યુવકે તલવાર લઈને કેક કાપી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા વારસિયા પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસે આ

વીડિયો બાબતે તપાસ કરતા આરોપી ક્રિશ રાજેશભાઈ મુલાણી (ઉંમર વર્ષ 21, ધંધો વેપાર રહે મકાન નંબર 201 બીજો માળ વ્રજ આઈકોન ફ્લેટ ,જે કે કોર્નર પાસે વારસિયા રોડ વડોદરા) ને ઝડપી પાડ્યો હતો. હથિયારબંધી જાહેરનામા ભંગ અતર્ગત ગુનો નોંધાયો પોલીસે તેની પૂછપરછ કરતા તલવાર તેને પોતાના ઘરમાં રાખી હોવાની વાત કબૂલી હતી અને પોલીસે આ હથિયાર કબજે કરી હથિયારબંધી જાહેરનામા ભંગ અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Related Post