લુખ્ખાઓનું રોડ પર તાંડવ, 28 PIની બદલી: વસ્ત્રાલની ઘટનાનો પડઘો, ભાજપના MLAના નિવેદન બાદ પરપ્રાંતીયોમાં રોષ, આગેવાને કહ્યું- હિન્દી બેલ્ટમાં સરકાર બનાવવા મદદ કરી, માફી માગો

લુખ્ખાઓનું રોડ પર તાંડવ, 28 PIની બદલી:વસ્ત્રાલની ઘટનાનો પડઘો, ભાજપના MLAના નિવેદન બાદ પરપ્રાંતીયોમાં રોષ, આગેવાને કહ્યું- હિન્દી બેલ્ટમાં સરકાર બનાવવા મદદ કરી, માફી માગો
Email :

અમદાવાદના વસ્ત્રાલમાં બનેલી ગુજરાતને શર્મસાર કરતી ઘટના બાદ ગૃહ વિભાગ સફાળુ જાગ્યું છે અને પૂર્વ વિસ્તારના 28 PIની સાગમટે બદલી કરી દેવાઈ છે. વસ્ત્રાલની ઘટનાએ અમદાવાદ શહેરના આખા પોલીસ વિભાગ સામે પ્રશ્નો ઊભા કર્યા હતા. આ બધાની વચ્ચે સિનિયર આઇપીએસ અધિકારીઓ વચ્ચે થયેલી તૂતુંમેમેં પણ ચર્ચામાં આવી હતી. નરોડા પોલીસ સ્ટેશન ઘણા સમયથી ચાર્જમાં ચાલતું હતું ત્યાં પણ PIની બદલી કરી દેવામાં આવી છે. જ્યારે વસ્ત્રાલમાં બનેલી ઘટના બાદ રામોલ PIની પણ બદલી કરી દેવાઈ છે. આ દરમિયાન ભાજપના ધારાસભ્યોના પરપ્રાંતીઓ જે વિસ્તારમાં વધુ હોય

ત્યાં આવા ગુના વધારે થતા હોય તેવા નિવેદનને લઈને પરપ્રાંતીય સમાજમાં પણ ભારે રોષ ફેલાયો છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ગુજરાતના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું છે કે 20% પરપ્રાંતિય શિફ્ટ થશે તો સીટ બચાવવી મુશ્કેલ પડશે. અમે હિન્દી બેલ્ટમાં સમર્થન આપીને સરકાર બનાવવા મદદ કરી છે. ભાન ભૂલેલા MLAને કાબૂમાં રાખો અને તેમને માફી મંગાવો. PIની બદલીનું લિસ્ટ જુઓ પરપ્રાંતીય સમાજના માથે માછલાં ધોવે છે તો અગાઉ ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ગુજરાતના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે અમદાવાદના વસ્ત્રાલમાં બનેલી ઘટના દુઃખદ અને નિંદનીય છે.

ઘટના બાદ પોલીસ અને ગુજરાત સરકાર દ્વારા લેવાયેલાં પગલાં ખૂબ સરાહનીય અને તેને અમારું સમર્થન છે. પરંતુ ઉપરોક્ત ઘટના પછી ગુજરાતના ભાજપના અમુક ધારાસભ્યો દ્વારા પરપ્રાંતીય સમાજના માથે માછલાં ધોવાનું અને તેઓને દોષી ઠેરવી હિન્દીભાષી તેમજ પરપ્રાંતીય સમાજ વિશે નકારાત્મક ટિપ્પણીઓ કરવામાં આવી છે. 20 ટકા પરપ્રાંતીય સમાજ જતો રહ્યો તો સીટ બચાવવી મુશ્કેલ પડશે સમગ્ર હિન્દી અને પરપ્રાંતીય સમાજ વતી અમે આ નિવેદનની કડક નિંદા અને વિરોધ કરીએ છીએ. ગુજરાત ભાજપ અને કોંગ્રેસના મોવડી મંડળને અમે વિનંતી કરીએ છીએ કે તમારા વાણીવિલાસ કરતા અને

ભાન ભૂલેલા ધારાસભ્યોને કાબૂમાં રાખો. ધારાસભ્યો હિન્દી અને પરપ્રાંતીય સમાજની માફી માંગે. અમરાઇવાડી અને સાબરમતી વિધાનસભાના ધારાસભ્યએ કરેલી ટિપ્પણી નિંદનીય છે. જો વારંવાર આવું થશે તો પછી ભાજપ હોય કે કોંગ્રેસ તેઓએ વિચારવું પડશે. 20 ટકા પરપ્રાંતીય સમાજ જતો રહ્યો તો સીટ બચાવી મુશ્કેલ પડશે. ગુનેગારો કોઈ સમાજના નથી હોતા ગુજરાતમાં વસતા પરપ્રાંતીયો લાંબા સમયથી ભાજપની વોટબેંક રહ્યા છે તેમજ હિંદી બેલ્ટમાં પણ સમર્થન આપીને ભારતમાં ભાજપની સરકાર બનાવવામાં એમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. છતાંય આવા સંજોગોમાં પરપ્રાંતીય સમાજને અસામાજિક બતાવી નકારાત્મક ટિપ્પણી કરવી યોગ્ય નથી.

પરપ્રાંતીય સમાજ પર આપેલી નકારાત્મક ટિપ્પણી બદલ ધારાસભ્યો જાતે માફી માંગે એવી અમારી માગ છે. અન્યથા આગામી દિવસોમાં મુખ્યમંત્રી કાર્યાલય તેમજ દિલ્લી સુધી ઉપરોક્ત બાબતની લેખિત રજૂઆત કરી આવનારી ચૂંટણીમાં શું કરવું તે વિશે તમામ સમાજ એકસાથે બેસી ચિંતન કરશે. તો આવો... હવે એ જાણીએ કે ભાજપના ધારાસભ્યએ શું કહ્યું? જ્યાં પરપ્રાંતીયો વધુ છે ત્યાં જ બનાવો બને છે' અમદાવાદ શહેરમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ ન્યુ ગુજરાતે શહેરના 13 ભાજપના અને 2 કોંગ્રેસના ધારાસભ્ય મળીને કુલ 15 ધારાસભ્ય સાથે વાત કરી હતી,

જેમાં ભાજપના 4 અને કોંગ્રેસના 1 ધારાસભ્યએ જવાબ આપ્યો નહોતો. પ્રજામાં પોલીસનો ડર જ રહ્યો નથી ભાજપના ધારાસભ્ય હર્ષદ પટેલ અને હસમુખ પટેલે કહ્યું, જ્યાં પરપ્રાંતીયો વધુ છે ત્યાં બનાવો બને છે તેમજ કૌશિક જૈન અને હર્ષદ પટેલે તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે જ સવાલ ઉઠાવ્યો અને કહ્યું હતું કે પ્રજામાં પોલીસનો ડર જ રહ્યો નથી. અમદાવાદ શહેરમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ ન્યુ ગુજરાતે શહેરના 13 ભાજપના અને 2 કોંગ્રેસના ધારાસભ્ય મળીને કુલ 15 ધારાસભ્ય સાથે વાત કરી હતી, જેમાં ભાજપના 4

અને કોંગ્રેસના 1 ધારાસભ્યએ જવાબ આપ્યો નહોતો. ભાજપના ધારાસભ્ય હર્ષદ પટેલ અને હસમુખ પટેલે કહ્યું, જ્યાં પરપ્રાંતીયો વધુ છે ત્યાં બનાવો બને છે તેમજ કૌશિક જૈન અને હર્ષદ પટેલે તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે જ સવાલ ઉઠાવ્યો અને કહ્યું હતું કે પ્રજામાં પોલીસનો ડર જ રહ્યો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર શું આ અમદાવાદમાં રહેવું સુરક્ષિત છે હવે? અગાઉ અમદાવાદમાં એક તરફ હોલિકાદહન માટે પરિવારજનો ઘરની બહાર નીકળ્યાં હતાં તે સમયે વસ્ત્રાલ વિસ્તારમાં ગુનેગારો બેફામ બનીને રસ્તા પર ઊતરી આવ્યા હતા. જાણે કોઈને ડર ન હોય તેમ

તેઓ હથિયારો લઈને નીકળી પડ્યા અને જે સામે આવ્યા તેને માર માર્યો. દુકાનો, વાહનોમાં તોડફોડની સાથે જે સામે મળ્યા તે બધાને રીતસરના માર્યા. મળતી માહિતી મુજબ જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા ફરતી હતી. તે દરમિયાન એકબીજાની ગેંગના લોકો ના મળતા જે સામે મળ્યા તે બધાને આ લુખ્ખાઓએ માર્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર ગુજરાતમાં વધેલી ગુનાખોરી માટે પરપ્રાંતીઓ જવાબદાર? શાંત અને સહનશીલ વૃત્તિ ધરાવતું ગુજરાત છેલ્લા ઘણા સમયથી પોતાની ક્રાઇમ ઘટનાઓને કારણે દેશ-દુનિયામાં કુખ્યાત થઈ રહ્યું છે. નવરાત્રિમાં બળાત્કાર, નાની

ભૂલકા જેવી બાળકીઓ પર રેપ, મર્ડર, રેપ વિથ મર્ડર, લૂંટફાટ, જાહેરમાં મારામારી જેવી ઘટનાઓએ ગુજરાતને શર્મસાર કરી દીધું છે. અને તેમાં પણ અમદાવાદમાં હોળીની રાત્રે બનેલી ઘટનાએ તો ગુજરાતની કાયદો-વ્યવસ્થા પર જ પ્રશ્નાર્થ ઊભો કરી દીધો છે. ગુજરાતના ચર્ચિત 10 કેસમાં 35માંથી 33 આરોપી પરપ્રાંતીય છે, જેમાં ગેંગરેપના 6, લૂંટ વિથ ગેંગરેપના 6, બાળકી પર દુષ્કર્મના 2 અને 1 મહિલા પર દુષ્કર્મ, 4 લૂંટ, 1 હત્યા અને 13 જાહેરમાં આતંક મચાવવાના આરોપીઓનો સમાવેશ થાય છે. જે ખરેખર ચિંતા ઊપજાવી કાઢે તેમ છે. વાંચો સંપૂર્ણ સમાચાર

Leave a Reply

Related Post