Lifestyle: શરીરમાં આ ફેરફાર દેખાયતા થઇ જાવ સતર્ક આ છે લીવર સિરોસિસ

Lifestyle: શરીરમાં આ ફેરફાર દેખાયતા થઇ જાવ સતર્ક આ છે લીવર સિરોસિસ
Email :

લીવર સિરોસિસ એક ગંભીર સ્થિતિ છે જે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. લીવર સિરોસિસ એ એક ગંભીર અને કાયમી લીવર રોગ છે. જેમાં લીવરના સ્વસ્થ કોષો ધીમે ધીમે ક્ષતિગ્રસ્ત થાય છે અને ડાઘ પેશીઓમાં ફેરવાઈ જાય છે. આ સ્થિતિમાં, શરીરમાં અનેક પ્રકારના ચિહ્નો જોવા મળે છે. લીવર સિરોસિસના ગંભીર લક્ષણોમાંનું એક લક્ષણ એ છે કે, પેટમાં પાણી ભરાઈ જવું છે. આ સ્થિતિમાં પેટમાં ફૂલેલું અને ભારેપણું અનુભવાય છે. જેના કારણે ચાલવામાં કે બેસવામાં તકલીફ થઈ શકે છે.

પગ અને ઘૂંટીમાં સોજો

જો સાંજે પગમાં ખૂબ સોજો આવે છે. તો આ લીવર સિરોસિસનું ગંભીર લક્ષણ હોઈ શકે છે. આવા સંકેતોને અવગણશો નહીં. લીવર સિરોસિસના ગંભીર તબક્કામાં, ત્વચા અને આંખો પીળા રંગના દેખાય છે. હકીકતમાં, લીવરને નુકસાન થવાના કિસ્સામાં, શરીરમાં બિલીરૂબિનનું સ્તર વધે છે. આવી સ્થિતિમાં, તાત્કાલિક ડૉક્ટર પાસે જાઓ.

ત્વચા પર ખંજવાળ અને ફોલ્લીઓ

લીવર સિરોસિસના ગંભીર કિસ્સાઓમાં, લીવર ઝેરી તત્વોને દૂર કરવામાં અસમર્થ હોય છે, જેના કારણે ખંજવાળ અને ફોલ્લીઓ થઈ શકે છે. લીવરને નુકસાન થવાથી લોહી ગંઠાઈ જવાની ક્ષમતા પર અસર પડે છે. આ કારણે નાકમાંથી લોહી નીકળવાની શક્યતા રહે છે. લીવર સિરોસિસના છેલ્લા તબક્કામાં, દર્દીઓ માનસિક મૂંઝવણ અને સ્મૃતિ ભ્રંશથી પીડાઈ શકે છે. આ સ્થિતિમાં, તેમને ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા, ચીડિયાપણું અથવા વધુ પડતી ઊંઘ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Leave a Reply

Related Post