Neem Karoli babaના આ ત્રણ સિધ્ધાંતો તમારુ ભાગ્ય બદલી નાખશે, જાણો:

Neem Karoli babaના આ ત્રણ સિધ્ધાંતો તમારુ ભાગ્ય બદલી નાખશે, જાણો
Email :

ઉત્તરાખંડના નીમ કરોલી બાબાને 20 મી સદીના મહાન સંતોમાં ગણવામાં આવે છે. લોકો તેમને બજરંગબલીનો અવતાર પણ માનતા હતા. તેમની પાસે ઘણી દિવ્ય શક્તિઓ પણ હતી. જણાવી દઈએ કે નીમ કરોલી બાબા કહેતા હતા કે દરેક વ્યક્તિ ધનવાન બનવા ઈચ્છે છે. પણ શું તમે જાણો છો કે વ્યક્તિ સાચા અર્થમાં ધનવાન ક્યારે કહેવાય છે? ધનવાન બનવા વિશે નીમ કરોલી બાબાના સિદ્ધાંતો કઇંક અલગ હતા, ચાલો તેના વિશે જાણીએ

પૈસાનો ઉપયોગ -

'જો કોઈ વ્યક્તિ પાસે ધનનો ભંડાર હોય તો તે ધનવાન નથી કહેવાતો.. ધનવાન કહેવાય એ માટે તમારે તે ધનની યોગ્ય ઉપયોગિતા વિશે જાણવું જરૂરી છે. એમના મત મુજબ એવી ધન-દોલતનો કોઈ ઉપયોગ નથી જે જરૂરિયાતમંદોને કામ ન આવે. ટૂંકમાં ધનવાન એ નથી જએની પાસે પૈસા છે ધનવાન એ છે જેઓ પૈસાનો યોગ્ય ઉપયોગ કરે છે. એટલા માટે દરેક માનવીનું એ કર્તવ્ય છે કે પોતાના પૈસાનો ઉપયોગ પહેલા જરૂરિયાતમંદો માટે કરે.

સંપત્તિની વહેંચણી-

નીમ કરોલી બાબા કહે છે કે જો તમે સંપત્તિની વહેંચણી નહીં કરો અને તમારી પૈસાની તિજોરી ખાલી નહીં કરો તો ફરી કેવી રીતે ભરશો? જો તમે પૈસા ડિપોઝિટ તરીકે રાખ્યા છે, તો તે એ આગળ જતાં એક યા બીજા દિવસે સમાપ્ત થઈ જ જશે, કારણ કે ભગવાન હંમેશા આવા ધનવાન લોકોને પસંદ કરે છે, જેઓ ગરીબો અને જરૂરિયાતમંદો પ્રત્યે પ્રેમ રાખીને તેને મદદ કરે.

ભગવાનમાં શ્રદ્ધા -

નીમ કરોલી બાબા કહે છે કે વ્યક્તિના ચારિત્ર્ય, વર્તન અને ભગવાનમાં શ્રદ્ધાનો ખજાનો હંમેશા ભરેલો હોવો જોઈએ. જો તમે આ ત્રણ ખજાનાથી ભરેલા છો, તો તમારે ક્યારેય તમારી જાતને ગરીબ ન સમજવી જોઈએ. તમારી પાસે જે પૈસાની મૂડી છે ખરા અર્થમાં આ રત્નો છે. ભૌતિક રીતે દેખાતી વસ્તુઓ રત્ન નથી. માનવ શરીરની જેમ એક દિવસ તેનો પણ નાશ થવાનો છે પણ સમાજમાં તમારા કાર્યો, લાગણીઓ, ભક્તિ અને કલ્યાણને લોકો હંમેશા યાદ રાખશે. આવા ભંડોળ ક્યારેય ખાલી થતા નથી. આવા લોકો જ ખરેખર ધનવાન હોય છે.

Leave a Reply

Related Post