પહેલી વાર કોઈ જંગમાં બ્રહ્મોસ મિસાઈલનો પ્રહાર થયો છે: ઓપરેશન સિંદૂરમાં અમદાવાદ સ્થિત સેટેલાઈટ સ્ટાર્ટઅપની ઈમેજ વપરાઈ

પહેલી વાર કોઈ જંગમાં બ્રહ્મોસ મિસાઈલનો પ્રહાર થયો છે:ઓપરેશન સિંદૂરમાં અમદાવાદ સ્થિત સેટેલાઈટ સ્ટાર્ટઅપની ઈમેજ વપરાઈ
Email :

લલિત ખંભાયતા ઓપરેશન સિંદૂર દરમિયાન પાક. એરબેઝને ભારે નુકસાન થયું છે. જેની તપાસ માટે વિવિધ સેટેલાઈટ્સ સાથે અમદાવાદ સ્થિત કંપની ‘અઝિસ્તા એરોસ્પેસ’ના ઉપગ્રહની પણ મદદ લેવાઈ હતી. અહીં આપેલી તસવીર અઝિસ્તાના ઉપગ્રહની જ છે, જેમાં પાકિસ્તાનના ચકલાલા ખાતે આવેલું નુરખાન એરબેજ કઈ રીતે ભસ્મ થયું એ દેખાય છે. તસવીરમાં નુકસાનગ્રસ્ત વિસ્તાર, બે રનવે, ફાઈટર સિવાયના વિમાનો, આકાશી વાદળો વગેરે સ્પષ્ટ થાય છે. અઝિસ્તાનો પ્રથમ ઉપગ્રહ 2023ની 10મી જૂને લોન્ચ થયો હતો. બ્રહ્મોસ, આકાશ, MRSAM : પ્રથમવાર યુદ્ધમાં સ્વદેશી મિસાઈલ્સનો ઉપયોગ ભારતે ઓપરેશન સિંદૂરમાં વાપરેલા હથિયારો પૈકી ઘણાખરા સ્વદેશી વાપર્યા

છે. સૌથી નોંધપાત્ર હથિયારો 3 મિસાઈલ સાબિત થયા છે. બ્રહ્મોસ, આકાશ અને એમઆરસેમ (મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ). બ્રહ્મોસ જગતનું સર્વોત્તમ ક્રૂઝ મિસાઈલ્સ છે. ભારતે તેના ફાયરિંગ દ્વારા કરાચીમાં ‘એરબોર્ન વોર્નિંગ એન્ડ કમાન્ડ સિસ્ટમ (રડાર સાથેનું વિમાન)’ તોડી પાડી હતી. એ બ્રહ્મોસ ઘણુ કરીને ગુજરાત સરહદેથી ફાયર થયું હતું. ભારતીય સૈન્યની ત્રણેય પાંખો 600 કિલોમીટર સુધીની રેન્જ ધરાવતું સ્વદેશી બ્રહ્મોસ વાપરે છે પણ દુશ્મન સામે તેનો વપરાશ થયો હોય એવો આ પહેલો પ્રસંગ છે. ફિલિપાઈન્સે ઓલરેડી બ્રહ્મોસ ખરીદ્યા છે, જ્યારે બીજા 17 દેશો ખરીદવા વાટાઘાટો કરે છે. ભારતના

સ્વદેશી આકાશ મિસાઈલ્સે પાકિસ્તાની એરબેઝ ધમરોળવા ઉપરાંત તેના ફાઈટર જેટ જેએફ-17 તોડી પાડ્યા છે. એ ચીની બનાવટના છે અને તેની કિંમત અઢીસો કરોડથી વધારે છે. સામે પક્ષે આકાશની કિંમત અઢી-ત્રણ કરોડ છે. એટલે જેએફ ફાઈટર તૂટી પડ્યા તેનો પાકિસ્તાન કરતાં ચીનને વધારે આઘાત છે. ભારતે ત્રીજા મહત્ત્વપૂર્ણ મિસાઈલનો ઉપયોગ કર્યો જેનું નામ એમઆરસેમ છે. ભારત-ઈઝરાયેલે સંયુક્ત રીતે ઉત્પાદિત કરેલું મિસાઈલ મીડિયમ રેન્જ સરફેસ ટુ એર (MR-SAM) પ્રકારનું છે. તેનું કામ દુશ્મન તરફથી આવતા આકાશી હુમલાઓને હવામાં જ ખતમ કરવાનું છે અને ઓપરેશન સિંદૂર વખતે એવું જ કર્યુ છે.

Leave a Reply

Related Post