'પહેલગામમાં જે થયું એનું આ જ કારણ છે': કોન્સર્ટ વચ્ચે સોનુ નિગમ ભડક્યો, કન્નડમાં ગાવાની જિદ કરતા ફેનને સિંગરે ફટકાર લગાવી

'પહેલગામમાં જે થયું એનું આ જ કારણ છે':કોન્સર્ટ વચ્ચે સોનુ નિગમ ભડક્યો, કન્નડમાં ગાવાની જિદ કરતા ફેનને સિંગરે ફટકાર લગાવી
Email :

ગઈકાલે સોનુ નિગમે બેંગલુરુના ઈસ્ટ પોઈન્ટ કોલેજમાં પરફોર્મ કર્યું હતું. જ્યારે સિંગર તેના ફેમસ હિન્દી સોન્ગ ગાતો હતો, ત્યારે એક ફેન્સ જોરથી 'કન્નડ-કન્નડ'ની બૂમો પાડી રહ્યો હતો. ગુસ્સે ભરાયેલા સોનુ નિગમે અધવચ્ચે ગીત ગાવાનું બંધ કરી તેને ઠપકો આપ્યો. આ વાતને સમજાવતાં સોનુ નિગમે કોન્સર્ટની વચ્ચે પહેલગામ આતંકી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વાઈરલ વીડિયોમાં ફેન્સને ઠપકો આપતા સોનુ નિગમે કહ્યું, મેં બધી ભાષાઓમાં ગીતો ગાયા છે. પણ મારા જીવનના શ્રેષ્ઠ ગીતો કન્નડમાં છે. જ્યારે પણ હું તમારી વચ્ચે આવું છું, ત્યારે ખૂબ પ્રેમથી આવું છું. અમે દરરોજ શો કરીએ છીએ, પરંતુ જ્યારે પણ કર્ણાટકમાં ક્યાંય પણ

શો હોય છે, ત્યારે અમે ખૂબ જ આદર સાથે આવીએ છીએ કારણ કે તમે લોકોએ અમને તમારા પરિવાર જેવા માન્યા છે. પણ એક વાત મને એ જરાય ન ગમી કે ત્યાં એક છોકરો છે, જેની ઉંમર કરતા વધારે તો મેં કન્નડ ગીતો ગાયા હશે. તે ખૂબ જ ખરાબ રીતે 'કન્નડ-કન્નડ' બૂમ પાડી રહ્યો હતો. પહેલગામમાં જે થયું એનું આ જ કારણ છે, ખરું ને? તેણે એ પણ વાત કરી કે તે દુનિયામાં ગમે ત્યાં પર્ફોર્મ કરે છે, જો ભીડમાં એક પણ કન્નડ ફેન્સ હોય, તો તે તેના માટે કન્નડમાં ગાય છે. 'દુનિયામાં હું જ્યાં પણ જાઉં છું,

હું હંમેશા બોલું છું, હું બધા સાથે વાત કરું છું... ભલે 14,000 ઓડિયશન હોય, એક જ અવાજ નીકળે છે, 'કન્નડ'.' તો તેના માટે, તે એક કન્નડીગા માટે, હું કન્નડમાં થોડી પંક્તિઓ ગાઈશ. હું તમારો ખૂબ આદર કરું છું, હું તમને ખૂબ પ્રેમ કરું છું. તો તમારે આવું ન કરવું જોઈએ. જોકે, ફેન્સને ઠપકો આપ્યા પછી, સોનુ નિગમે કન્નડ ભાષામાં ગીતો પણ ગાયા. આ પહેલી વાર નથી જ્યારે સોનુ નિગમ સ્ટેજ પર ગુસ્સે થયો હોય. આ પહેલા પણ, કેટલાક વિદ્યાર્થીઓએ સાઉથના કોન્સર્ટ દરમિયાન હોર્ન વગાડવાનું શરૂ કર્યું હતું. આ જોઈને, સોનુએ કોન્સર્ટ અધવચ્ચે જ બંધ કરી દીધો હતો.

Leave a Reply

Related Post