જામનગરમાં ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: LCB પોલીસે 21.53 લાખનો મુદ્દામાલ સાથે એક આરોપીને પકડ્યો, ચાર આરોપી હજુ ફરાર

જામનગરમાં ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:LCB પોલીસે 21.53 લાખનો મુદ્દામાલ સાથે એક આરોપીને પકડ્યો, ચાર આરોપી હજુ ફરાર
Email :

જામનગરમાં થયેલી ત્રણ અલગ-અલગ ઘરફોડ ચોરીના કેસમાં LCB પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે ઉત્તર પ્રદેશના એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 21.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે પકડેલા આરોપીની ઓળખ જ્ઞાનેન્દ્રસિંહ જગદીશસિંહ જાટ (ઉંમર 23) તરીકે થઈ છે. તે હાલ જામનગરના ઢીંચડા રોડ પર સેનાનગરમાં રહે છે. આ કેસમાં હજુ ચાર આરોપીઓની શોધખોળ

ચાલુ છે, જેમાં સંદીપ મોતીલાલ રાઠોડ સહિતના શખ્સોનો સમાવેશ થાય છે. ત્રણેય ચોરીની ઘટનાઓ ફેબ્રુઆરી 2025માં બની હતી. પ્રથમ ઘટનામાં પ્રફુલભાઈ પોબરુના ઘરમાંથી 5.21 લાખની, બીજી ઘટનામાં માયાબેન ધંવાના ઘરમાંથી 3.92 લાખની અને ત્રીજી ઘટનામાં સકેશભાઈ સિંઘના ઘરમાંથી 30,590ની મત્તાની ચોરી થઈ હતી. IG અશોક કુમાર યાદવ અને SP પ્રેમસુખ ડેલુંના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે CCTV ફૂટેજ અને

બાતમીદારોની મદદથી આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી 270 ગ્રામ સોનાના દાગીના (રૂ. 20.39 લાખ), 120 ગ્રામ ચાંદીના દાગીના (રૂ. 8,950), રોકડ રૂ. 1 લાખ અને એક મોબાઈલ ફોન મળી આવ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ દિવસ દરમિયાન ઘરોની રેકી કરતા અને રાત્રે તાળાં તોડીને ચોરી કરતા હતા. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

Related Post