તાલાળામાં ત્રણ ફૂટ લાંબા ઝેરી કોબ્રાનું રેસ્ક્યુ: ક્રિષ્ના પાર્ક સોસાયટીના ઘરમાં ઘૂસેલા સાપને જીવદયા પ્રેમીએ સુરક્ષિત રીતે પકડ્યો

તાલાળામાં ત્રણ ફૂટ લાંબા ઝેરી કોબ્રાનું રેસ્ક્યુ:ક્રિષ્ના પાર્ક સોસાયટીના ઘરમાં ઘૂસેલા સાપને જીવદયા પ્રેમીએ સુરક્ષિત રીતે પકડ્યો
Email :

ગીર સોમનાથ જિલ્લાના તાલાળા શહેરમાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં આજે એક ઘરમાં ઝેરી કોબ્રા સાપ જોવા મળતા ભારે નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક રહીશોએ તરત જ જીવદયા પ્રેમી ઉમરભાઈ જુસબભાઈ સોઢાને જાણ કરી હતી. જુસબભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે

પહોંચી ગયા હતા અને પોતાના અનુભવના આધારે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. અંદાજે ત્રણ ફૂટ લાંબા આ ઝેરી કોબ્રાને પ્લાસ્ટિકના ડબ્બામાં સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો. જુસબભાઈએ જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ તેઓ ઘટનાસ્થળે

પહોંચી ગયા હતા અને સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. સદ્નસીબે, સાપે કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું, જેના કારણે સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. રેસ્ક્યુ બાદ કોબ્રાને નજીકના જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો.

Related Post