JK આતંકી હુમલામાં 3 ગુજરાતીનાં મોત: ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના યુવકનું મોત, હવાઇ માર્ગે મૃતદેહ લવાશે, હેલ્પલાઇન નંબર જાહેર; અમદાવાદ-રાજકોટમાં વિરોધ પ્રદર્શન

JK આતંકી હુમલામાં 3 ગુજરાતીનાં મોત:ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના યુવકનું મોત, હવાઇ માર્ગે મૃતદેહ લવાશે, હેલ્પલાઇન નંબર જાહેર; અમદાવાદ-રાજકોટમાં વિરોધ પ્રદર્શન
Email :

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે (22 એપ્રિલ)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને એક સુરતના યુવકનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ મૃતદેહોને હવાઇ માર્ગે શ્રીનગરથી મુંબઇ અને બાદમાં ભાવનગર લાવવામાં આવશે. આ બાબતે રાજ્ય

સરકારના પ્રવક્તામંત્રીએ કહ્યું કે આ ઘટનાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ભાવનગરના બે મૃતકોના મૃતદેહ શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવશે. અને અમદાવાદથી બાયરોડ ભાવનગર લઈ જવામાં આવશે. મૃતકના નામ પ્રવાસીઓની મદદ માટે જમ્મુ કાશ્મીર ટુરિઝમે ગુલમર્ગમાં કંટ્રોલ રૂમ શરુ કર્યો છે. પ્રવાસીઓ કોઈ પણ પ્રકારની મદદ માટે કચેરીએ રૂબરૂ તેમજ નીચે

આપેલા હેલ્પ લાઈન નંબરનો સંપર્ક કરી શકશે. કંટ્રોલ રૂમ નં.- 01954–294439 મોબાઈલ નંબર પર ફોન તેમજ વોટ્સએપ કરી શકાશે આ પણ વાંચો: JK હુમલામાં આતંકીની પહેલી તસવીર સામે આવી આ પણ વાંચો: JKના આતંકી હુમલામાં શૈલેષનું બર્થ-ડેના એક દિવસ પહેલાં જ મોત આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર ફરવા ગયેલા રાજકોટના બે પરિવાર ફસાયા

Leave a Reply

Related Post