Tips: આ ફળના સેવનથી ત્વચા બનશે ચમકદાર, દૂર રહેશે વૃદ્ધત્વ

Tips: આ ફળના સેવનથી ત્વચા બનશે ચમકદાર, દૂર રહેશે વૃદ્ધત્વ
Email :

ચહેરાની સુંદરતા વધારવા મહિલાઓ બ્યુટી પાર્લરની મુલાકાત લે છે તો કયારેક મોંઘી ક્રિમની મદદ લે છે. ઉનાળાની ગરમમાં બહાર ફરવાના કારણે ત્વચા કાળી પડી જાય છે. કેટલીક વખત ચહેરા પર કરચલી પડવા લાગે છે. જેના કારણે ઉંમર કરતા વહેલા વૃદ્ધત્વ દેખાય છે. પરંતુ જો આ ફળનું સેવન કરવામાં આવે તો ત્વચાની ચમક વધશે અને વૃદ્ધત્વ પણ દૂર રહેશે.

અત્યારે કેરીની સાથે બજારમાં કેળા, જાબું અને પપૈયાનું ફળ દેખાય છે. પપૈયામાં એન્ટીઑકિસડન્ટ અને વિટામિન હોય છે જે કોલેજનના ઉત્પાદનમાં મદદ કરે છે. કોલેજન ત્વચાને કડક રાખે છે અને કરચલીઓ ઘટાડે છે. તે ત્વચાની સ્થિતિસ્થાપકતામાં પણ સુધારો કરે છે. તેથી, પપૈયાને વૃદ્ધત્વ વિરોધી ફળ કહી શકાય.

શરીર માટે પપૈયાનું ફળ બહુ લાભકારક છે. તે ત્વચા સંબંધિત રોગ ઉપરાંત પાચનસંબંધિત સમસ્યામાં પણ રાહત આપે છે. 

પપૈયાનું સેવન કરવાથી પાચનશક્તિ સુધરે છે. પપૈયામાં પપેઈન (Papain) નામનો એન્જાઈમ હોય છે, જે પાચનમાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તેમાં ફાઇબર પણ વધુ હોય છે, જે પાચન તંત્રને સાફ રાખે છે.
પપૈયામાં વિટામિન A, C અને E હોય છે, જે ત્વચાને ચમકદાર અને યુવાવસ્થાવાળી રાખે છે. આ એન્ટી-એજિંગ ગુણધર્મ ધરાવે છે. પપૈયાનું નિયમિત સેવન મુક્ત રેડિકલ નુકસાન સામે લડવામાં પણ મદદ કરી શકે છે, જેનાથી ત્વચા મુલાયમ અને વધુ યુવાન દેખાય છે.
પપૈયામાં લાઇકોપીન હોય છે જે મુક્ત રેડિકલ નુકસાન સામે લડવામાં મદદ કરે છે જે વૃદ્ધત્વ પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. તેમજ પપૈયામાં વિટામિન C વધુ પ્રમાણમાં હોય છે, જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. પપૈયાના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વઘારે છે સાથે ત્વચાને ચમકદાર બનાવે છે.
પપૈયું ખૂબ જ હાઇડ્રેટિંગ ફળ છે જે તમારી ત્વચાને કોમળ, નરમ અને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરી શકે છે. હાઇડ્રેશન તમારી ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખે છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

Leave a Reply

Related Post