Tips: ઉનાળાની ગરમીમાં કાચી કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક, જાણો લાભ

Tips: ઉનાળાની ગરમીમાં કાચી કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક, જાણો લાભ
Email :

ઉનાળાની ગરમીમાં તડબૂચની સાથે કેરી ખાવાનું લોકો સૌથી વધુ પસંદ કરે છે. પરંતુ કાચી કેરીનું નામ આવતા જ કેટલાક લોકોના મોં બગડી જાય છે. ગરમીમાં ફક્ત કેસર કેરી કે આફૂસ કેરીનું સેવન નહીં પરંતુ કાચી કેરીનું સેવન શરીર માટે અનેક રીતે ગુણકારી છે. કાચી કેરી શરીરને અનેક સમસ્યાઓને દૂર કરે છે. ખાસ કરીને જ્યારે ગરમીના કારણે લોકોને ચક્કર થવા અથવા તો ઉલટી અને ઉબકા જેવી સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડતો હોય ત્યારે કાચી કેરીની સાથે મરીનું સેવન કરવાથી જરૂર લાભ થાય છે.

કાચી કેરીનું સેવન કરવાના ફાયદા:

ગરમીમાં કાચી કેરીનું સેવન કરવાથી ગરમી સામે રક્ષણ મળે છે.  કાચી કેરી શરીરમાં ઠંડક લાવે છે અને લૂ (ગરમીના ઘાટ)થી બચાવે છે. ખાસ કરીને આમ પન્ના (કાચી કેરીનો શરબત) પીવાથી લૂ લાગતી નથી. આ ઉપરાંત કાચી કેરીનું સેવન કરવાથી પાચનશક્તિમાં સુધારો થાય છે. કાચી કેરીનું સેવન જઠરાગ્નિ સુધારે છે એટલે કે ગરમીમાં નિયમિત કાચી કેરીનું સેવન કરવાથી પાચનતંત્રને મજબૂત બને તેમજ યકૃત (લિવર)ની કાર્યક્ષમતા સુધારો થવાથી ગેસ, કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થાય છે. કાચી કેરીથી બનેલી પન્ના શરીરમાં ઇલેક્ટ્રોલાઈટ બેલેન્સ જાળવીને ડિહાઈડ્રેશનથી બચાવે છે.

લીંબુ અને નારંગીમાં વિટામિન સી રહેલું છે. તેમ કાચી કેરી પણ વિટામિનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. કાચી કેરી વિટામિન Cથી ભરપૂર હોવાથી તેનું સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યામાં લાભ થાય છે. કાચી કેરીમાં વિટામિન C વધારે માત્રામાં હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી છે. કોરોના સમયમાં વિટામિન સી શરીર માટે કેટલું જરૂરી છે તેનો આપણને ખ્યાલ આવી ગયો છે. એટલે જે લોકોને કાચી કેરી ના ગમતી હોય છતાં ગરમીમાં તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય લાભ જરૂર થાય છે. કાચી કેરીમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ ત્વચાને તાજગી આપે છે અને વૃદ્ધત્વના લક્ષણો ઓછા કરે છે. કાચી કેરીમાં વિટામિન C ઉપરાંત K, A, B6 અને ફોલેટ જેવા ઘણા પોષક તત્વો રહેલા હોવાથી તેનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અનેકરીતે મદદરૂપ બને છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 

Leave a Reply

Related Post