Tips : પ્રથમ વખત માતા પિતા બનનાર જરૂર રાખે આ બાબતનું ધ્યાન

Tips : પ્રથમ વખત માતા પિતા બનનાર જરૂર રાખે આ બાબતનું ધ્યાન
Email :

લગ્ન બાદ દંપતી માટે હનીમૂનનો સમયગાળો વધુ સુંદર હોય છે અને તેના કરતાં પણ વધારે માતાપિતા બનવાનો અનુભવ તેમના જીવનનો સુંદર તબક્કો હોય છે. એવું અનેક વખત જોવા મળ્યું છે કે માતાપિતા બન્યા બાદ દંપતી વચ્ચે તણાવ થાય છે. આવી પરિસ્થિતિ ટાળવા કપલે માતાપિતા બનતા પહેલા કેટલીક બાબતો અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ.

બાળકનો જન્મ તમારી દુનિયા બદલશે

દુનિયામાં એક નવું જીવન લાવવું અને તેનો ઉછેર કરવો માતાપિતા માટે અદ્ભુત અનુભવ છે. બાળકનો જન્મ તમારી દિનચર્યા તો શું તમારી દુનિયા બદલી નાખે છે. તમારું બાળક સારા અને પ્રેમાળ માહોલમાં ઉછરે માટે માટે તમારે કેટલીક કુટેવોને અલવિદા કહેવું પડશે તેમજ કેટલીક સારી આદતોને પહેલેથી પોતાની દિનચર્યામાં સમાવેશ કરવો પડશે. બાળકના સ્વસ્થ વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે આ બાબત બહુ જરૂરી છે.

બાળકના જન્મ પહેલા અને પછીનો સમય મહિલાઓ માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. આ સમયગાળા દરમિયાન શરીરમાં ઘણા ફેરફારો થાય છે. ગર્ભાવસ્થાના નવ મહિના દરમિયાન મહિલા સાથે તેમના પરીવારમાં પણ ખુશીનું વાતાવરણ હોય છે. પુરુષોએ પણ પિતા બનતા પહેલા કેટલીક સ્વસ્થ આદતો પોતાની દિનચર્યામાં સામેલ કરવી જોઈએ. જેથી કરીને બાળકના જન્મ પછી ઊભી થતી સમસ્યાઓનો સરળતાથી સામનો કરી શકે છે.

માતાપિતાએ તેમના બાળકના જન્મ પહેલાં આ આદતો જરૂર અપનાવી જોઈએ.

સંતુલિત આહાર પર લો : સગર્ભા માતા-પિતાએ સ્વસ્થ આહાર લેવાનું શરૂ કરવું જોઈએ. જેમાં ફળો, શાકભાજી, આખા અનાજ, ઓછી ચરબીવાળા પ્રોટીન અને સ્વસ્થ ચરબીનો સમાવેશ થાય છે. આમ કરવાથી, માતા અને ગર્ભમાં ઉછરતા બાળક બંનેને પૂરતા પોષક તત્વો મળે છે.

શારીરિક પ્રવૃત્તિ : ગર્ભાવસ્થા દરમિયાન ચાલવા અથવા તરવા જેવી હળવી કસરતો શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે. આમ કરવાથી તણાવનું સંચાલન કરવામાં અને સ્વસ્થ વજન જાળવવામાં મદદ મળે છે.

સારી ઊંઘ લો : દરરોજ ૭-૯ કલાકની સારી ઊંઘ લો. કારણ કે ઊંઘનો અભાવ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

પરિવાર સાથે સમય પસાર કરો : માતાપિતા આ સમયગાળામાં પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરી શકે છે. ભાવિ માતાપિતા અને બાળકના જન્મ માટે સહાયક વાતાવરણ બની શકે છે.

Leave a Reply

Related Post