Tips : વજન ઘટાડવા દૈનિક આહારમાં સામેલ કરો આ ઘરેલું Drinks

Tips : વજન ઘટાડવા દૈનિક આહારમાં સામેલ કરો આ ઘરેલું Drinks
Email :

વજન ઝડપથી વધી રહ્યું છે તો તેને ઘટાડવા માટે તમારા આહારમાં આ દેશી પીણાં એટલે કે ઘરના પીણાંનો સમાવેશ કરો. ખાલી પેટે આ પીણાં પીવાથી માત્ર વજન ઘટાડવામાં મદદ મળે છે, પરંતુ તેનાથી બીજા ઘણા સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. આ પીણાંને તમારા સવારના દિનચર્યામાં સંતુલિત આહાર અને નિયમિત કસરત સાથે સામેલ કરવાથી ચયાપચય ઝડપી બને છે, જેનાથી વજન ઘટાડવાનું સરળ બને છે. ઝડપથી વધતા વજનને નિયંત્રિત કરવા માટે ઘરના આ પીણાં વધુ અસરકારક રહેશે. વજન ઉતારવા માટે જીમ જવાના મોંઘા ખર્ચ કરવા તેમજ ક્રશ ડાયટ કરવાના બદલે પોતાના દૈનિક આહારમાં આ દેશી પીણાને સામેલ કરો જરૂર લાભ થશે.

તમારા દિવસની શરૂઆત આ ધરેલુ પીણાં એટલે કે દેશી પીણાંથી કરવાથી અઢળક લાભ મળશે. 

લીંબુ પાણી: લીંબુ પાણી વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. ખાલી પેટે તેનું સેવન કરવાથી શરીર ડિટોક્સ થાય છે, પાચન સુધરે છે અને તૃપ્તિની અનુભૂતિ થાય છે. એક ગ્લાસ ગરમ પાણીમાં અડધા લીંબુનો રસ નિચોવી લો. સારી રીતે હલાવો અને ખાલી પેટ પીવો. કેટલાક લોકોને સવારે લીંબુ પાણી પીવાના કારણે એસિડીટીની સમસ્યા થતી હશે એવા લોકો લીંબુ પાણી સાથે મધનું સેવન કરી શકે છે. મધ પેટની જઠરાગ્નિને શાંત કરે છે અને એટલે જ લીંબુ પાણીમાં મધ નાખવાથી એસિડીટીની સમસ્યા દૂર થશે. અને ચરબી ઓગળવા લાગશે.

જીરું પાણી: જીરું એ રસોડામાં મુખ્ય વસ્તુ છે. વજન ઘટાડવાની સાથે, જીરું પાણી તમારા પાચનમાં પણ સુધારો કરે છે. ઉપરાંત, આ જીરું પાણી પાચન ઉત્સેચકોને સક્રિય કરે છે, જેના કારણે ખોરાક સરળતાથી પચી જાય છે. જીરું પાણી પેટ ફૂલવું, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. 1 ચમચી જીરું એક કપ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે તેને ઉકાળો, ગાળી લો અને ગરમાગરમ પીવો. નાસ્તાના ઓછામાં ઓછા 20 મિનિટ પહેલા તેને પીવો.

આમળાનો રસ: આમળામાં વિટામિન C પ્રચૂર માત્રામાં હોય છે અને તે પાચનક્રિયાને સારી બનાવે છે, વજન ઘટાડે છે, ચયાપચય વધારે છે અને શરીરને ડિટોક્સિફાય કરે છે. એક ગ્લાસ ગરમ પાણીમાં 2 ચમચી તાજા આમળાનો રસ મિક્સ કરો. અને ખાલી પેટ જ આ રસનું સેવન કરો. આ રસને ક્યારેપણ ચા કે કોફી સાથે ના પીવો. અથવા તો ચા કોફી પીધા બાદ પણ આ રસ ના લઈ શકાય. જો તમે એમ માનતા હોવા કે ચા-કોફી પીધા બાદ એકાદ કલાક પછી આ રસનું સેવન કરીશું તો લાભ થશે. પરંતુ ના આ રસનું ખાલી પેટે કરવામાં આવે તો જ લાભ થાય છે. 

તજનું પાણી : જો તમે ઝડપથી વજન ઘટાડવા માંગતા હોવ તો તજના પાણીથી સારો કોઈ વિકલ્પ નથી. તજનું પાણી ચયાપચયને ઝડપી બનાવવામાં અને ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે, જેનાથી વજન નિયંત્રણમાં મદદ મળે છે. એક કપ પાણી ઉકાળો અને તેમાં એક ચમચી તજ પાવડર અથવા તજની લાકડી ઉમેરો. તેને ૧૦ મિનિટ સુધી પલાળવા દો. તેને ગાળીને ગરમાગરમ પીવો.

ફૂદીના અને લસણનું પાણી :  ફૂદીનાનું સેવન પેટ સંબંધિત સમસ્યામાં રાહત આપે છે. કબજીયાતનો રામબાણ ઇલાજ છે ફુદીનાના પાંદડા. ફૂદીનાના પાન અધકચરા વાટી ભોજન લીધાના અડધા કલાક પહેલા લેવાથી ગેસની સમસ્યામાંથી રાહત મળે છે. તેમજ ફૂદીના અને લસણના પાણી પણ વજન ઉતારવા માટે ગુણકારી માનવામાં આવે છે. આ પાણી બનાવવા તમે એક ગ્લાસ ગરમી પાણીમાં ફૂદીનાના પાંદડા  નાખો અને આ પાણી થોડું ગરમ થાય એટલે તેમાં એક-બે લસણના કળી નાખો પછી પાણી થોડું ઉકાળો. આ પાણી ઉકાળ્યા બાદ પીવાલાયક ઠંડુ થાય ત્યારે તેનું સેવન કરો. હા, જે લોકોને પિત્તની સમસ્યા રહેતી હોય તેમણે આ પાણી પીવાનું ટાળવું.

Leave a Reply

Related Post