Tips : મોંઘી વસ્તુઓથી નહી ઘરની સજાવટ કરવા Wasteમાંથી બનાવો Best

Tips : મોંઘી વસ્તુઓથી નહી ઘરની સજાવટ કરવા Wasteમાંથી બનાવો Best
Email :

આપણા ઘરમાં વિવિધ પ્રસંગો પર અને તહેવારમાં આપણે કેટલીક વસ્તુઓ લાવીએ છીએ. અને પછી તેનો ઉપયોગ ના થયો હોય તો પણ તેને ફેંકી દઈએ છીએ. ઘરને સુંદર બનાવવા તમારે મોંઘી આર્ટિફિશિયલ વસ્તુઓની જરૂર નથી. પરંતુ ઘરમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જેને તેને નકામી સમજી ફેંકી દો છો. કચરામાં ફેંકાતી વસ્તુનો ઉપયોગ કરી તમે તમારા ઘરને સુંદર સજાવટ કરી શકો છો. તેમજ બાળકોને પણ આ કામ કરવામાં વધુ આનંદ આવશે. આ વસ્તુઓનો ઉપયોગ આપણે પ્રોજેક્ટ બનાવવા માટે કરી શકીએ છીએ. આપણે કચરામાંથી શ્રેષ્ઠ વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરીને ઘણી વસ્તુઓ બનાવી શકીએ છીએ.

ફેંકવામાં આવતા કચરો વિવિધ પ્રકારના હોઈ શકે છે

ઘરમાંથી ફેંકવામાં આવતા કચરો વિવિધ પ્રકારના હોઈ શકે છે. જેમાં ઓર્ગેનિક કચરો જેવો કે રસોડાના કચરો જેમાં શાકભાજી, ફૂલો, પાંદડા, ફળની છાલ તેમજ ઘરમાં ભોજન બાદ વધેલો ખોરાક. તમે ઓર્ગેનિક કચરામાં ફળ અને શાકભાજીની છાલને જુદી પાડી તેને સૂકવ્યા બાદ ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત ઝેરી કચરો કે જેમ કે જૂની દવાઓ, રંગો, રસાયણો, શૂ પોલિશ, બલ્બ, બેટરી વગેરે સામાનનો સમાવેશ થાય છે. રિસાયકલ કરી શકાય તેવો કચરો જેમ કે કાગળ, કાચ અને પ્લાસ્ટિકનો સમાવેશ થાય છે.

પગમાં પહેરાતા મોજા : પગમાં પહેરાતા મોજામાંથી એક ખોવાઈ જાય અથવા તો એક ફાટી જાય ત્યારે આપણે બીજા મોજાને ફેંકી દઈએ છીએ. તમે અન્ય મોજાને સ્નોમેનમાં ફેરવી શકો છો તેમજ તેના પર કવર કરી રસોડામાં સ્ક્રબ તરીકે ઉપયોગ કરી શકો છો.

આઈસક્રીમ સ્ટીક : ગરમીમાં લોકો આઈસક્રીમ વધુ ખાય છે. તમને પણ આઈસક્રીમ ખાવાનો શોખ હોય તો આઈસક્રીમ સ્ટીક ભેગી કરો અને તેમાંથી સુંદર બુકમાર્ક બનાવી શકો છો. આ ઉપરાંત આઈસક્રીમ સ્ટીકમાં નાનું સુંદર ફાઇટર પ્લેન પણ બનાવી શકાય છે. જે લોકોના ઘરે નાના બાળકો હોય તેઓ આ ફાઈટર પ્લેન બનાવી બાળકોના રમકડાંમાં વધારો કરી શકો છો.

ગંદા પાણીની બોટલ : આપણા ઘરમાં આપણને ગંદા પાણીની બોટલો કે ઠંડા પીણાની બોટલો સરળતાથી મળી રહે છે. તમે આ બોટલોનો ઉપયોગ ફૂલદાની બનાવવા માટે કરી શકો છો. ફૂલદાની બનાવવા બોટલ પર મનપસંદ રંગ કરો અને ત્યાર બાદ તેમાં આર્ટિફિશિલ ફૂલ અથવા તાજા ફૂલ પણ મૂકી શકો છો.

મેચબોક્સ : મેચબોક્સ તમામ ઘરોમાં હોય છે. મેચબોક્સ ખાલી થાય કે તરત જ આપણે તેને ફેંકી દઈએ છીએ. પરંતુ આપણે ખાલી થયેલ મેચ બોક્સમાથી મેચબોક્સ રોબોટ બનાવી શકીએ છીએ. મેચબોક્સને રંગીન કાગળથી ઢાંકી દો. માચીસની લાકડીનો ઉપયોગ કરીને બોક્સના તળિયે એક કાણું પાડો. શરીર અને પગ બનાવવા માટે અન્ય મેચ બોક્સનો ઉપયોગ કરો. શરીરને માથા સાથે જોડવા માટે માચીસની લાકડીઓનો ઉપયોગ કરો.

Leave a Reply

Related Post