Tips : તડબૂચનું સેવન ગરમીમાં કેટલું લાભકારક, જાણો

Tips : તડબૂચનું સેવન ગરમીમાં કેટલું લાભકારક, જાણો
Email :

ઉનાળામાં ગરમીના આગમન સાથે કેરી અને તડબૂચ જેવા ખાસ ફળોનું પણ આગમન થાય છે. ભારતમાં દરેક સિઝનમાં જુદા-જુદા ફળો આવતા હોય છે. ગરમીમાં મોટાભાગના લોકોને કેરી ખાવાનું વધુ પસંદ આવે છે. પરંતુ ગરમીની સિઝનમાં આવતું તડબૂચ પણ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. નિયમિત તડબૂચનું સેવન કરવાથી તમે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ભોગ બનવાથી બચી શકો છો. તડબૂચમાં 92% પાણી રહેલુ છે. અને એટલે જ ગરમીમાં પાણીનો શોષ પડતો હોય ત્યારે આ ફળનું સેવન શરીરને ઠંડક આપવા સાથે અનેક રીતે લાભ આપે છએ.

તડબૂચમાં પ્રચુર માત્રામાં પોષકતત્ત્વો

તડબૂચમાં વિટામિન એ, વિટામિન સી, કાર્બોહાઇડ્રેટ્સ અને વિટામિન B6 સહિત મેગ્નેશિયમ અને પોટેશિયમ તેમજ ફોસ્ફરસ જેવા અનેક પોષક તત્વો પ્રચૂર માત્રામાં રહેલા છે. અને એટલા માટે જ આરોગ્ય નિષ્ણાતો વજન ઉતારવા ઉનાળાની સિઝન દરમિયાન ડાયટમાં ખાસ તડબૂચને સામેલ કરે છે. તડબૂચમાં વધુ પ્રમાણમાં પોષક તત્ત્વો હોવાના લીધે નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત પેટ સંબંધિત ઘણી સમસ્યાઓમાં રાહત મેળવવા અને આંતરડા મજબૂત કરવા તડૂબચનું સેવન કરવું જોઈએ. ગરમીમાં તડબૂચનું સેવન સ્વાસ્થ્ય સાથે ત્વચા અને વાળ માટે વધુ લાભકારક માનવામાં આવે છે. ગરમીમાં પરસેવાના કારણે શરીરમાંથી પાણી ઓછુ થઈ જાય છે. તડબૂચમાં પ્રચૂર માત્રામાં પાણી રહેલું હોવાથી તેના સેવનથી શરીર હાઈડ્રેટ રહે છે અને શરીરમાં થતી પાણીની ઉણપ દૂર થાય છે. તડબૂચના સેવનથી તમે તાજગીનો અનુભવ કરો છો.  તડબૂચ શરિરને અંદરથી ઠંડક આપે છે અને તાપમાન સામાન્ય રાખવામાં મદદ કરે છે.

ડિહાઈડ્રેશનથી બચવામાં મળે છે મદદ

ગરમીની સિઝનમાં અનેક લોકો ડિહાઈડ્રેશનનો શિકાર થાય છે. એપ્રિલ અને મે મહિનામાં અનેક સ્થાનો પર હિટવેવની અસર રહેતી હોય છે. આવા સમયે ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચવા જરૂર તડબૂચનું સેવન કરવું જોઈએ. તડબૂચમાં રહેલ વિવિધ પોષકતત્ત્વો તમારા શરીરને હાઈડ્રેટ રાખે છે. અને એટલે તેનું નિયમિત સેવન તમને હિટ સ્ટ્રોકથી પણ બચાવશે. તમે તડબૂચનો જ્યુસ બનાવી શકો છો તેમજ તેના પીસ કટ કરી ચાટ મસાલો નાખી બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો. તડબૂચનું સેવન તમને ગંભીર અને જીવલેણ હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે સ્વાસ્થ્ય લાભ લેવા તડબૂચને તાજું કાપીને ખાવું વધુ સારું રહેશે.

Leave a Reply

Related Post