Tips: જીમ નહી, ડાયેટ નહી મહિલાઓ ઘરે કરો Dance થશે Weight Loss

Tips: જીમ નહી, ડાયેટ નહી મહિલાઓ ઘરે કરો Dance થશે Weight Loss
Email :

મહિલાઓ પોતાના વધતા વજનને લઈને હંમેશા ચિંતિત રહે છે. મહિલાઓ કાયમ પોતાના પરિવારને પ્રથમ પ્રાયોરિટી આપી પોતાના સ્વાસ્થ્ય તરફ બેદરકાર રહે છે. અને આ જ કારણે લગભગ 40 વર્ષ બાદ તેમનું વજન વધતુ રહે છે. તેઓ ફરિયાદ કરે છે કે અમે વધુ ખોરાક નથી ખાતા તો પણ કેમ તેમનું વજન વધી રહ્યું છે. અચાનક વજન વધતા તોઓ ડાયેટિશિયન અને જીમમાં જવાનો વિચાર કરે છે. પરંતુ પરિવારના લોકોના ટાઈમ સાચવવા તેમણે આ વિચાર પડતો મૂકવો પડે છે. મહિલાઓની સૌથી મોટી સમસ્યા જીમમાં ગયા વગર અને ડાયેટ કર્યા કેવી રીતે વજન ઉતારવું તે છે.  અમે તમને જણાવીશું કે મહિલાઓ પછી તે ગૃહિણી હોય કે ઓફિસ જતી વર્કિંગ વુમન સરળતાથી ઘરે વજન ઉતારી શકશે. આ માટે તમારે કોઈ મોંઘા સાધનો લાવવાની પણ જરૂરત નથી.  ઘરે રહી નિયમિતપણે તમે આ ડાન્સ કરશો તો સરળતાથી Weight Loss કરી શકશો.

ઘરે ડાન્સ કરવા માટે તમે જુદા-જુદા ડાન્સ ફોર્મના સંગીત આજે યુ-ટયુબ તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ સંગીત સાંભળી અથવા તો તેના વીડિયો જોઈ તમે થોડો સમય આ ડાન્સ કરશો તો ચોક્કસ તમારું વજન ઘટશે. સાથેસાથા તમારા પોતાની જીવનશૈલીમાં પણ થોડો બદલાવ કરી મેંદા, જંકફૂડ તેમજ ઠંડાપીણાંને દૈનિક આહારમાંથી દૂર કરવા પડશે. આ ડાન્સ ફોર્મ અપનાવી જુઓ તમારું વજન ફટાફટ ઉતરશે.

ઝુમ્બા ડાન્સથી ઘટાડો વજન

ઝુમ્બા ડાન્સ એ લેટિન સંગીત પર કરાતો ડાન્સ ફોર્મ છે. આ ડાન્સમાં ઝડપી હલનચલન કરવામાં આવે છે, સાથે-સાથે કૂદકો મારવા અને ઝડપી ફરવાનું હોય છે. દરરોજ 15 મિનિટથી 30 મિનિટ સુધી આ ડાન્સ કરવાથી શરીરમાં રહેલી બેડ કેલરી ઘટશે એટલે કે શરીરમાં જે ફેટ છે તે ધીરેધીરે દૂર થશે. કારણ કે ઝુમ્બા ડાન્સના મૂવ્સ જ એવા છે કે તે આખા શરીરને ઉપરથી નીચે સુધી હલાવી નાખે છે. આ ડાન્સ કરવાથી હૃદય પણ મજબૂત બને છે તેવું કેટલાક નિષ્ણાતોનું માનવું છે. 

હિપ-હોપ ડાન્સ સાથે શ્રેષ્ઠ કસરત

હિપ-હોપ ડાન્સમાં ઉર્જાથી ભરપૂર નૃત્ય કહેવાય છે. આ ડાન્સ શરીરને સક્રિય રાખે છે. હિપ હોપ ડાન્સ શરીરની ચરબી ઝડપથી બાળે છે. આ ઉપરાંત, આ ચાલ શરીરનું સંતુલન અને સંકલન પણ સુધારે છે. તમે આ નૃત્યની શરૂઆત મૂળભૂત હિપ-હોપ ડાન્સ ક્લાસ અથવા ઓનલાઈન ટ્યુટોરીયલ લઈને કરી શકો છો. શરૂઆતમાં ધીમી ગતિએ નૃત્ય શીખો અને પછી ધીમે ધીમે તમારી ગતિ વધારો.

બેલી ડાન્સ ઘટાડશે કમરની ચરબી

કમરની ચરબી ઉતારવા આ ડોન્સ ફોર્મ વધુ શ્રેષ્ઠ છે. જે મહિલાઓમાં પેટ અને કમરની ચરબી વધુ હોય તેને દૂર કરવા બેલી (Belly Dance) ડાન્સથી જરૂર લાભ થાય છે. બેલી ડાન્સ મૂવ કરવાથી પેટ અને કમરની ચરબી ઓછી થાય છે. આ ઉપરાંત, બેલી ડાન્સ કરવાથી પેટના સ્નાયુઓ મજબૂત થાય છે અને શરીરમાં લવચીકતા પણ આવે છે. જે મહિલાઓ દરરોજ બેલી ડાન્સ કરે છે તેમના શરીરના હોર્મોન્સ સંતુલિત રહે છે. તમે ઓનલાઈન ટ્યુટોરિયલ્સ દ્વારા બેલી ડાન્સ કેવી રીતે કરવો તે શીખી શકો છો.

ફ્રી સ્ટાઇલ ડાન્સ કોઈપણ રીતે કરી શકાય

ફ્રી સ્ટાઇલ ડાન્સ પણ કસરત કરવાનો એક ઉત્તમ રસ્તો છે. ખરેખર આ નૃત્ય માટે કોઈ નિયમો નથી. તમારી પસંદગીના સ્ટેપ્સ કરીને ફક્ત સંગીત વગાડો અને મન ભરીને નૃત્ય કરો. ફ્રી સ્ટાઇલ ડાન્સિંગ એ આખા શરીર માટે એક ઉત્તમ કાર્ડિયો કસરત છે. આ ઉપરાંત, આ નૃત્ય મૂવ્સ તણાવ સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે.

એરોબિક ડાન્સથી ઝડપથી વજન ઉતરે છે

જે લોકો ઘરે કસરત કરવાનું પસંદ કરે છે, તેમના માટે એરોબિક ડાન્સ મૂવ્સ ખૂબ ફાયદાકારક છે. એરોબિક ડાન્સ મૂવ્સ ખૂબ જ ઉર્જાવાન હોય છે. આ શરીરને સંપૂર્ણ કાર્ડિયો કસરત પૂરી પાડે છે. ઉપરાંત, આ નૃત્ય કરવાથી પગ, હાથ, કમર અને ખભાની સંપૂર્ણ ગતિ થાય છે, જે શરીરના લગભગ તમામ ભાગોમાં લવચીકતા લાવે છે. આ કસરત માત્ર હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે, વધારાનું વજન ઘટાડવાની સાથે, શરીરને ટોન કરવામાં પણ મદદ કરે છે.

Leave a Reply

Related Post