Tips: પરિણીત સ્ત્રીના સૌભાગ્યનું પ્રતિક 'સિંદૂર', જાણો શું છે આ Sindoor

Tips: પરિણીત સ્ત્રીના સૌભાગ્યનું પ્રતિક 'સિંદૂર', જાણો શું છે આ Sindoor
Email :

આજે ગુગલ સર્ચમાં ઓપરેશન સિંદુર વધુ સર્ચ થઈ રહ્યું છે. પહલગામનો હુમલાનો ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર હેઠળ જવાબ આપ્યા બાદ દુનિયા ભરના લોકો આખરે સિંદૂર શું છે અને તેનું શું કામ છે જેવી વગેરે બાબતોને લઈને ગુગલમાં સર્ચ કરે છે. પરંતુ જે લોકો ભારતીય સંસ્કૃતિને ઓળખે છે તે તમાને ખબર છે કે ભારતીય સ્ત્રીઓમાં સિંદૂરનું શું મહત્વ છે. ભારતીય સંસ્કૃતિમાં સિંદૂરનું ખૂબ મહત્વ છે. ખાસ કરીને પરિણીત મહિલાઓ માટે સિંદૂર એ તેમના સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આ સિંદૂર બજારમાં સૌંદર્ય પ્રસાધન તરીકે વેચાણ થાય છે. સિંદૂર કેવી રીતે બને છે તેને લઈને આજે અમે તમને ખાસ માહિતી આપી રહ્યા છીએ.

સિંદૂરની બજારમાં વેચાણ

સિંદૂર બનાવવા માટે અનેક પ્રકારની સામગ્રીનો ઉપયોગ થાય છે. આમાં મુખ્યત્વે 'મર્ક્યુરી સલ્ફાઇડ' (HgS) નો ઉપયોગ થાય છે, જેને હિન્દીમાં 'પેરા સલ્ફાઇડ' કહેવામાં આવે છે. તે તેજસ્વી લાલ રંગનું હોય છે અને ક્યારેક કૃત્રિમ રીતે પણ તૈયાર કરવામાં આવે છે. ફેક્ટરીઓમાં અને આયુર્વેદિક કંપનીઓ પણ સિંદૂરનું મોટા પાયે ઉત્પાદન કરે છે. આ કંપનીઓ વિવિધ બ્રાન્ડના સિંદૂર બનાવે છે અને બજારમાં વેચે છે.

કુદરતી સિંદૂર

પરંપરાગત રીતે સિંદૂર બનાવવામાં થોડો વધુ સમય લાગી શકે છે. તેમાં હળદર, ચૂનો અને જડીબુટ્ટીઓ જેવા કુદરતી ઘટકોનો ઉપયોગ થાય છે, જેને સૂકવવા અને યોગ્ય મિશ્રણ તૈયાર કરવામાં 2 થી 3 દિવસ અથવા ક્યારેક તેનાથી પણ વધુ સમય લાગી શકે છે. કેટલાક સિંદૂરમાં હળદર, ચૂનો અને અન્ય ઔષધિઓ જેવા કુદરતી ઘટકોનો પણ ઉપયોગ થાય છે. કુદરતી સિંદૂરનો ઉપયોગ કરો. કુદરતી અને હર્બલ ઘટકોમાંથી બનાવેલા સિંદૂરનો જ ઉપયોગ કરવાનો પ્રયાસ કરો, જેથી રાસાયણિક નુકસાન ટાળી શકાય.

કૃત્રિમ સિંદૂર ખરીદવાનું ટાળો

ખરીદતા પહેલા, ખાતરી કરો કે સિંદૂરમાં કોઈ કેમિકલનો ઉપયોગ થયો નથી. બજારમાં ઘણા બધા સિંદૂર ઉપલબ્ધ છે જેમાં સીસું અથવા અન્ય કેમિકલ ભેળવવામાં આવે છે. કૃત્રિમ સિંદૂરનો ઉપયોગ ટાળો. કૃત્રિમ સિંદૂર સસ્તું હોઈ શકે છે, પરંતુ તેમાં ઘણીવાર હાનિકારક રસાયણો હોય છે. જે ત્વચા માટે હાનિકારક છે. બજારમાં ઉપલબ્ધ મોટાભાગના સિંદૂરમાં કૃત્રિમ રંગો અને રસાયણો હોય છે, જે ક્યારેક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.  આવા સિંદૂરથી બચવું જોઈએ કારણ કે તે સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. 

Leave a Reply

Related Post