Tips : ઉનાળાની અંગદઝાડતી ગરમીમાં Heat Strockથી બચવા કરો ઘરેલુ ઉપાય

Tips : ઉનાળાની અંગદઝાડતી ગરમીમાં Heat Strockથી બચવા કરો ઘરેલુ ઉપાય
Email :

ઉનાળામાં આપણે અનેક વખત સાંભળી છીએ કે લોકોને હીટ સ્ટ્રોક લાગતા ચક્કર આવે છે. ગરમીમાં હીટ સ્ટ્રોકનો ભોગ બનવું ખૂબ જ સામાન્ય છે, ખાસ કરીને બપોરના સમયે જ્યારે તાપમાન ખૂબ વધારે હોય છે. હીટ સ્ટ્રોક એ ગરમી સંબંધિત ગંભીર બીમારી છે. ગરમીમાં ઊંચા તાપમાનમાં લાંબા સમય સુધી સંપર્કમાં રહેવા અને અપૂરતી હાઇડ્રેશનને કારણે થાય લોકોમાં આ સ્થિતિ જોવા મળે છે. હીટ સ્ટ્રોક સમસ્યામાં જો તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે. 

ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટેની કેટલીક ટિપ્સ તમને જણાવીએ છીએ. ગરમીના સ્ટ્રોકથી બચવા માટે કેટલાક સરળ અને ઘરેલું ઉપાયો નીચે આપેલ છે

હીટ સ્ટ્રોકથી બચવા તમે ભર બપોરે બહાર નીકળવાનું ટાળો. એટલે કે તમે અત્યારે ઉનાળાના દિવસોમાં પોતાના મોટાભાગના કામો સવારે અથવા સાંજના સમયે પતાવી દો. શક્ય બને ત્યાં સુધી બપોરે 12 થી 4 વાગ્યાની સમયમાં બહાર ના નીકળો.  જો બહાર જવું જરૂરી હોય તો તમે પોતાની સાથે છત્રી, ટોપી અથવા માથું ઢાંકવા દુપટ્ટો અથવા કોટનનો રુમાલ સાથે રાખો. 
ગરમીમાં લૂ લાગવા જેવી સમસ્યાનો સામનો ના કરવા પડે માટે દિવસભર પુષ્કળ સાદું પાણી પીતા રહો. બને ત્યાં સુધી તમે ફ્રિજના બદલે માટલાનું પાણી પીવાનું રાખો. આ ઉપરાંત લીંબુ પાણી, છાશ, નાળિયેર પાણી અને કેરી પન્ના જેવા પીણાનું સેવન કરી શકો છો. આ પાણી તમારા શરીરનું તાપમાન નરમ રાખશે એટલે શરીરને ઠંડક આપશે. 
ઉનાળામાં વધુ પડતું તળેલું કે મસાલેદાર ખોરાક ખાવાથી એસિડીટીની સમસ્યા થઈ શકે છે. એટલે તમે ગરમીની સિઝનમાં હળવા ખોરાકને પોતાની દિનચર્યામાં સામેલ કરો. જેમકે, સલાડ, દહીં, કાકડી, તરબૂચ જેવા ફળોને પોતાના આહારમાં સામેલ કરો. ઉનાળાની સિઝનમાં આવતી કેરી તમામનું પ્રિય ફળ છે. જો તમારે કેરીના રસનું સેવન કરવું હોય તો તમે શક્ય બને ત્યાં સુધી સવારે તેનું સેવન કરો. રાત્રે કેરીના રસનું સેવન એસિડીટીની સમસ્યામાં વધારો કરશે. 
ઉનાળામાં કેટલાક લોકો ડુંગળીનું સેવન કરતા હોય છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં કાચી ડુંગળી ખાવાથી હિટ સ્ટ્રોક સામે મોટું રક્ષણ મળે છે. આ ઉપરાંત તમે સલાડ કે કેરીના પન્નામાં પણ કાચી ડુંગળીને સામેલ કરી શકો છો. તેમજ કાચી કેરી સાથે ડુંગળીનું કંચૂબર બનાવી થોડા સમય માટે સ્ટોર પણ કરી શકો છો. કેટલાક લોકો બહાર નીકળતી વખતે ડુંગળી ખિસ્સામાં રાખે છે - આ પણ એક પરંપરાગત ઉપાય છે. 

ગરમીમાં હીટ સ્ટ્રોકથી બચવા તમે માથે પાણીથી ભીના કપડાથી માથું કે ગરદન સાફ કરો. તેમજ જયારે બહાર નીકળો ત્યારે જે સ્થાન પર છાંયડો હોય તેવા સ્થાન પર ઉભા રહેવાનું પસંદ કરો. ઘરમાં હવાની અવર-જવર માટે બારી બારણા ખુલ્લા રાખવા જોઈએ. પરંતુ જ્યારે બપોરે તડકો ચઢે ત્યારે બારી બારણાં બંધ કરી દેવા જોઈએ. અને તેના બાદ ઘરમાં બારીઓ અને દરવાજા પર ભીના પડદા લગાવો જેથી ઘરમાં ઠંડક જળવાઈ રહે અને તમારા શરીર પર ગરમીની અસર ના થાય. જો વ્યક્તિને હિટ સ્ટ્રોકનો હુમલો આવે ત્યારે તરત જ તેને લીંબુ પાણી, ડુંગળીનો રસ અથવા કેરીનું પીણું આપવું જોઈએ જેથી તેને જલદી આરામ મળી રહે. જો સમસ્યા વધુ ગંભીર હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. 

Leave a Reply

Related Post