Tips: ગરમીમાં આખો દિવસ રહેશે ચહેરો ફ્રેશ, ફોલો કરો આ ટિપ્સ

Tips: ગરમીમાં આખો દિવસ રહેશે ચહેરો ફ્રેશ, ફોલો કરો આ ટિપ્સ
Email :

નેચરલ ચમકીલો મેકઅપ વગરનો ચહેરો ખૂબ જ સુંદર લાગે છે. જો કે આવી ગરમીમાં આખો દિવસ સ્કિનને ફ્રેશ રાખવી આ મુશ્કેલીનું કામ છે. કારણ કે ગરમીમાં પસીનો, ધૂળ-માટી ચહેરા પર તરત જ લાગી જાય છે. તેમજ તડકામાં ચહેરો સાંવલો પડી જાય છે.

જો તમે મોર્નિગ રૂટીનમાં આ ટિપ્સને ફોલો કરશો તો આખો દિવસ તમારો ચહેરો ફ્રેશ લાગશે. તેમજ આ ટિપ્સથી તમારો ચહેરો ખીલી ઉઠશે અને ચમકીલો બનશે. સ્કિનને ચમકીલી અને ફ્રેશ રાખવું એ કોઈ મુશ્કેલ કામ નથી. તમારે થોડી બાબતોનું ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે મોર્નિગ રૂટીનને ફોલો કરો છો.

શરીરને રાખો હાઈડ્રેટ

ગરમીમાં જો તમે આખો દિવસ ચહોરાને ફ્રેશ રાખવા માગો છે તો તમારે શરીરને હાઈડ્રેટ રાખવું. સવારે ઉઠવાની સાથે જ નવશેકુ પાણી પીવો અને તે પાણીમાં 2 કે 3 ટીપાં લીબુના નાખવા. આનાથી શરીર અંદરથી ડિટોક્સ થાય છે. અને તે શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે.

સવારે ક્લીનિંગ-મોઈશ્વિરાઇઝિંગ છે જરૂરી

મોર્નિંગ રૂટીનમાં સૌથી પહેલું કામ કરવાનું છે ચહેરાને સરખી રીતે ફેશવોશ કરવું. અને ફેશવોશ કર્યા બાદ મોઈશ્ચરાઈઝર લગાવું. ધ્યાન રાખવું કે ગરમીમાં જેલ કે વોટર બેસ્ડ મોઈશ્ચરાઈઝરનો જ ઉપયોગ કરવો નહીતર સ્કિન ગ્રીસી થઈ જશે.

મેકઅપ પહેલા આ કાળજી લો

જો તમે મેકઅપ કરો છો તો તમારે પહેલા ચેહરા પર બરફ લગાવો. તેમજ બરફને ચહેરા પર 5મિનિટથી વધારે ના ઘસવું. આ કરવાથી ચેહરા પર ના પોર્સ ટાઈટ થઈ જશે અને પસીનો નહી આવે. તમે એલોવેરા જેલ, બટાકાના રસ અને લીંબુના રસને મિક્સ કરી તેને આઈસ ક્યૂબની જેમ બનાવીને ચહેરાને સાફ કરી શકો છો. જેનાથી સ્કિન હાઈડ્રેટ રહેશે અને ચમકીલી બનશે.

સનસ્ક્રીન અને સીરમ લગાવું

દિવસભર ચહેરા પર ગ્લો અને ફ્રેશનેસ જોઈએ તો સનસ્ક્રીન લગાવાનું ટાળો નહી. તે સૂર્યના કિરણોથી થતા સ્કિન ડેમેજથી બચાવે છે. અને ટેનિંગની સમસ્યાથી રાહત આપે છે. તે લગાયા બાદ સીરમ લગાવો આ સ્કિન પર એક સુરક્ષા લેયર બનાવે ચે જેનાથી આખો દિવસ સુધી સ્કિન ફ્રેશ રહે છે.

બ્રેકફાસ્ટ હેલ્ધી ખાઓ

તમે રોજ હેલ્ધી બ્રેકફાસ્ટ ખાશો તો તમારું શરીર આખો દિવસ એક્ટિવ રહેશે. અને જેનાથી ચહેરા પર નેચરલ ચમક આવશે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

Leave a Reply

Related Post