'તું તારા કપડાં ઉતાર, હું જોવા માગુ છું': 'TMKOC' અને 'ઇશ્કબાઝ' ફેમ એક્ટ્રેસ નવીના બોલેએ સાજિદ ખાન પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો

'તું તારા કપડાં ઉતાર, હું જોવા માગુ છું':'TMKOC' અને 'ઇશ્કબાઝ' ફેમ એક્ટ્રેસ નવીના બોલેએ સાજિદ ખાન પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો
Email :

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા', 'ઇશ્કબાઝ' અને 'મિલે જબ હમ તુમ' જેવા ટીવી શોમાં જોવા મળેલી એક્ટ્રેસ નવીના બોલેએ ડિરેક્ટર સાજીદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. નવીના બોલેએ સાજીદ ખાનને ખૂબ જ ખરાબ માણસ ગણાવ્યો અને કહ્યું કે- મને ઘરે બોલાવી અને કપડાં ઉતારવા કહ્યું હતું. 'સાજીદ ખાન ખૂબ જ ગંદો માણસ છે' હાલમાં જ એક્ટ્રેસે સુભોજીત ઘોષની યૂટ્યુબ ચેનલ પર ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં નવીના બોલેએ કાસ્ટિંગ કાઉચ વિશે ખુલાસો કર્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે કેવી રીતે સાજીદ ખાન અન્ય લોકો

સાથે મળીને ઈન્ડસ્ટ્રીમાં અન્ય મહિલાઓનું અપમાન કરે છે. નવીના બોલેએ કહ્યું, 'એક ખૂબ જ ખરાબ માણસ હતો જેને હું મારા જીવનમાં ક્યારેય મળવા માંગતી નથી, તેનું નામ છે સાજીદ ખાન.' વધુમાં તેણે કહ્યું- ડિરેક્ટરે અમારામાંથી ઘણા લોકોને હેરાન કર્યા છે અને સ્ત્રીઓનું અપમાન કરવામાં તો જાણે PhD કર્યું છે. 'તું તારા કપડાં કેમ નથી ઉતારતી' નવીનાએ વધુમાં જણાવ્યું કે- જ્યારે સાજીદ ખાન ફિલ્મ 'હે બેબી' પર કામ કરી રહ્યા હતા, ત્યારે મને તેના ઘરે બોલાવી હતી. જ્યારે તેઓએ મને ફોન કર્યો ત્યારે હું ખૂબ

જ ઉત્સાહિત હતી. પછી તેણે કહ્યું કે- તું તારા કપડાં ઉતારીને તારી લૅંઝરી પહેરીને કેમ નથી બેસતી? હું જોવા માંગુ છું કે તું કેટલી કમ્ફર્ટેબલ છો. હું 2004 અને 2006ની વાત કરી રહ્યો છું, જ્યારે મેં ગ્લૈડ્રૈગ્સમાં (મનોરંજન, મુસાફરી અને ફેશન દ્વિમાસિક મેગેઝિન) કામ કર્યું હતું. 'હું જેમ તેમ કરીને ત્યાંથી બહાર નીકળી ગઈ' એક્ટ્રેસે આગળ કહ્યું- સાજીદ ખાને મારી સાથે ખોટી ખોટી વાતો કરવા લાગ્યા, તેમણે મને પૂછ્યું- તમે તો સ્ટેજ પર બિકીની પહેરી છે તો પછી અહીં શું વાંધો છે? તું અહીં આરામથી

ફ્રી થઈને બેસી શકે છો. એ સમયે મને ગભરાટ થવા લાગી, એટલે મેં કહ્યું સાંભળો મારે ખરેખર ઘરે જવું પડશે. જો તમે ખરેખર મને બિકીનીમાં જોવા માંગતા હો, તો ઠીક છે (હું ફિલ્મમાં તે પહેરીશ), પણ હું અહીં બેસીને હમણાં મારા કપડાં ઊતારી શકીશ નહીં. આવું કહી હું જેમ-તેમ કરીને ત્યાંથી બહાર નીકળીમાં સફળ થઈ. નવીનાએ એમ પણ કહ્યું કે- સાજીદ ખાને એક વર્ષ બાદ ફરીથી ફોન કર્યો હતો. તે દરમિયાન સજીદે તેને કહ્યું હતું કે તે કોઈ પાત્રના મામલામાં મળવા ઈચ્છે છે. આ

વ્યક્તિ એટલી મહિલાઓ પર ટ્રાય મારી ચૂક્યો હશે કે તેને પણ યાદ નહીં હોય. સાજીદ ખાન પર #MeTooનો આરોપ લાગ્યો હતો આ પહેલાં પણ છ મહિલાઓએ સાજીદ પર હેરેસમેન્ટનો આક્ષેપ મૂક્યો હતો. 2018માં #MeToo હેઠળ સાજીદ પર તેની પૂર્વ આસિસ્ટન્ટ ડિરેક્ટર તથા એક્ટ્રેસ સલોની ચોપરાએ સેક્સસ્યુઅલ હેરેસમેન્ટનો આક્ષેપ મૂક્યો હતો. સલોનીએ કહ્યું હતું કે- સાજીદે તેની પાસે બિકીનીમાં તસવીરો માગી હતી અને ઘણીવાર ખોટી જગ્યાએ સ્પર્શ કર્યો હતો. સલોની ઉપરાંત અહાના કુમરા, સીનિયર જર્નલિસ્ટ, મોડલ એક્ટ્રેસ રેશેલ વ્હાઈટ, એક્ટ્રેસ સિમરન સૂરી તથા પ્રિયંકા બોસે પણ

સાજીદ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આક્ષેપ મૂક્યો હતો. જોકે, બાદમાં સાજીદ ખાનને ક્લીનચીટ મળી ગઈ. કોણ છે નવીના બોલે? નવીના બોલે એક ટેલિવિઝન એક્ટ્રેસ છે. તે 'મિલી જબ હમ તુમ' (2008)માં દિયા ભૂષણ, 'જીની ઔર જુજુ' (2014)માં પ્રિયા અને 'ઇશ્કબાઝ' (2016)માં ટિયાની ભૂમિકામાં જોવા મળી છે. આ સિવાય પણ તેણે ઘણી બધી ટીવી સિરીયલોમાં કામ કર્યું છે. ટીવીના સૌથી ફેમસ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં એક્ટ્રેસની ઝલક જોવા મળી છે. આ સિરીયલમાં તે બે વખત ડોક્ટર (ડો. સારા અને ડો. મોનિકા)ના રોલમાં જોવા મળી છે.

Leave a Reply

Related Post