મન્ડે પોઝિટિવ: ‘ખાડોદરા-ભૂવોદરા’નું મ્હેણું ભાંગવા ચોમાસામાં 8 વર્ષ ખાડા ન પડે તેવા સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિન્સના રોડની રીત છાત્રોએ વિકસાવી

મન્ડે પોઝિટિવ:‘ખાડોદરા-ભૂવોદરા’નું મ્હેણું ભાંગવા ચોમાસામાં 8 વર્ષ ખાડા ન પડે તેવા સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિન્સના રોડની રીત છાત્રોએ વિકસાવી
Email :

મ.સ. યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા રોડની ઉંમર વધારવા સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યૂમિન્સ મિક્સ કરી રોડ તૈયાર કરવાનો પ્રયોગ કર્યો છે. સિમેન્ટ, બારિક રેતી, માઇક્રો-સિલિકા અને ફ્લાય એશના મિશ્રણથી બનાવેલો રોડ 8 વર્ષ ટકી શકશે. સાથે ભારે વાહનો અને વરસાદથી રોડ પડતા ખાડા રોકી શકાશે. સુરત, ખડગપુર અને અમરાવતીમાં આ પ્રકારના રોડનું સફળ પરીક્ષણ કરાયું

છે. ચોમાસામાં અને તે પછી રોડ પર ખાડા અને તિરાડો જેવી સમસ્યા વ્યાપક બને છે. જેના ઉકેલ માટે સંશોધકો અને ઇજનેરો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યૂમિન્સ મિક્સથી રોડ બનાવવામાં સફળતા મળી છે. ટેક્નોલોજી ફેકલ્ટીના એસો. પ્રોફેસર ડૉ.સંજય દવેના માર્ગદર્શનમાં સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી સૌરવ મૌર્ય, અનુરાધા તડવી, કેયુર પટેલ અને અકિલ બ્લોચે

પ્રયોગશાળા સ્તરે સીજીબીએમ વિકસાવી પરીક્ષણ કર્યું હતું. સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યૂમિન્સ મિક્સ શું છે? સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યૂમિન્સ મિક્સ એ એક સંયુક્ત રસ્તાની સામગ્રી છે. જેમાં ઓપન-ગ્રેડેડ બિટ્યૂમિન્સ (ડામર) મિક્સ હોય છે. સિમેન્ટ, ફ્લાય એશ, માઇક્રો-સિલિકા અને સુપર પ્લાસ્ટિસાઇઝર ખાલી જગ્યામાં ભરાઈને ડામરના રસ્તાને મજબૂત, ટકાઉ બનાવે છે. સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યૂમિન્સ મિક્સનો ઉપયોગ કેમ કરવો જોઇએ?

Related Post