આજથી ગુજરાતની 54 હજાર સ્કૂલોમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ: પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પહોંચ્યા; રાજકોટમાં નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરી એન્ટ્રી અપાઈ

આજથી ગુજરાતની 54 હજાર સ્કૂલોમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ:પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પહોંચ્યા; રાજકોટમાં નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરી એન્ટ્રી અપાઈ
Email :

લાંબા વેકેશન બાદ આજથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક શત્ર શરૂ થતાં વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે ઉત્સાહ સાથે પહોંચ્યા અને લાંબા સમય બાદ મિત્રો અને શિક્ષકોને મળ્યા. રાજકોટમાં નાના ભૂલકાઓને કુમ કુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો. સ્કૂલોમાં બેલ

વાગતા જ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપી પ્રાર્થના શરૂ કરી નવા સત્રનો શુભારંભ શરૂ કરાયો. ગુજરાતની 54000થી વધુ શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. રાજ્ય શિક્ષણ બોર્ડની સરકારી,

ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં 9 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થતા જ વેકેશનના માહોલમાંથી બહાર નીકળી અભ્યાસ તરફ વળ્યા છે. સવાર પાળીમાં મોટા ભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સ્કૂલો ચાલશે. જ્યારે બપોરે પ્રાથમિક માધ્યમની સ્કૂલો શરૂ થશે.

Leave a Reply

Related Post