લુણાવાડાના 592મા સ્થાપના દિવસની ઉજવણી: લુણેશ્વર મહાદેવ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી; અહીં થઇ હતી ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કરણઘેલોની રચના

લુણાવાડાના 592મા સ્થાપના દિવસની ઉજવણી:લુણેશ્વર મહાદેવ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી; અહીં થઇ હતી ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કરણઘેલોની રચના
Email :

લુણાવાડા નગરનો આજે (30 એપ્રિલ) અખાત્રીજના દિવસે 592મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. નગરપાલિકા દ્વારા આ ઐતિહાસિક દિવસની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

છે. લુણાવાડા નગરના રાજવી સિદ્ધરાજસિંહ સોલંકીએ નગરના આરાધ્યદેવ શ્રી લુણેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા કરી ઉજવણીની શરૂઆત કરી. ત્યાર બાદ લુણેશ્વર મંદિરથી નગરપાલિકા સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી.

સાંજે 7 વાગ્યે ઇન્દિરા ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર અને સાહિત્યકાર સાંઈરામ દવેના સંગે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આગળ વાંચો દિવસભરનાં પળેપળની અપડેટ ...

Leave a Reply

Related Post