નેસ્લે ઇન્ડિયાને SEBIની ચેતવણી: મોટા અધિકારી પર ઈનસાઈટર ટ્રેડિંગનો આરોપ; કંપનીએ કહ્યું – નાણાકીય એક્ટિવિટી પર કોઈ અસર નહીં

નેસ્લે ઇન્ડિયાને SEBIની ચેતવણી:મોટા અધિકારી પર ઈનસાઈટર ટ્રેડિંગનો આરોપ; કંપનીએ કહ્યું – નાણાકીય એક્ટિવિટી પર કોઈ અસર નહીં
Email :

ભારતીય શેરબજાર નિયમનકાર SEBIએ નેસ્લે ઇન્ડિયાને ઇનસાઇડર ટ્રેડિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચેતવણી આપી છે. SEBIના જણાવ્યા અનુસાર, નેસ્લે ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ આ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જો કે, આ અધિકારીની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. SEBIના ડેપ્યુટી જનરલ મેનેજરે નેસ્લે ઇન્ડિયાને ટ્રેડ નિયમોની વિરુદ્ધમાં ચેતવણી પત્ર જાહેર કર્યો છે. નેસ્લેએ આ બાબત સંબંધિત વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. નેસ્લેએ કહ્યું - નાણાકીય એક્ટિવિટી પર કોઈ અસર નથી નેસ્લે ઇન્ડિયાએ

જણાવ્યું હતું કે આ ચેતવણીનો તેમના વ્યવસાય પર કોઈ પ્રભાવ પડતો નથી. કંપનીની નિયમિત અને નાણાકીય એક્ટિવિટી સામાન્ય રીતે ચાલી રહી છે. 6 મહિના સુધી કોન્ટ્રા-ટ્રેડમાં શેર વેચી શકાતા નથી. કોન્ટ્રા-ટ્રેડિંગ કંપનીના ઈનસાઈડર (જેમ કે અધિકારીઓ અથવા કર્મચારીઓ) ને ચોક્કસ સમયમર્યાદામાં તેમની કંપનીના શેર ખરીદવા અથવા વેચવાથી પ્રતિબંધિત કરે છે. SEBIના નિયમો અનુસાર, જો કોઈ આંતરિક વ્યક્તિ કોઈ કંપનીના શેર ખરીદે છે, તો તે ઓછામાં ઓછા 6 મહિના સુધી તેને વેચી શકતા નથી. શેર વેચવા

એ કોન્ટ્રા-ટ્રેડ નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. નેસ્લેનો શેર એક વર્ષમાં 13.25% ઘટ્યો શુક્રવારે નેસ્લેના શેર 20.50 (0.93%) વધીને 2,221.70 પર બંધ થયા. છેલ્લા એક વર્ષમાં કંપનીનો શેર 13.25% ઘટ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 2.16 લાખ કરોડ રૂપિયા છે. ઇનસાઇડર ટ્રેડિંગ શું છે? ઇનસાઇડર ટ્રેડિંગ એ કંપનીના કર્મચારી અથવા અધિકારી દ્વારા કંપની સંબંધિત ગુપ્ત માહિતી મેળવીને નફો મેળવવા માટે શેરબજારમાં શેર ખરીદવાની ક્રિયા છે. આ કેસોમાં કાર્યવાહી કરવા માટે SEBI એ કડક નિયમો બનાવ્યા છે.

Leave a Reply

Related Post