રાજકોટમાં રોગચાળો વકર્યો: શરદી-ઉધરસના 949 અને સામાન્ય તાવના 800 સહિત કુલ 1937 કેસ, જોખમી ટાઇફોડના 2 અને કમળાનો 1 દર્દી નોંધાયો

રાજકોટમાં રોગચાળો વકર્યો:શરદી-ઉધરસના 949 અને સામાન્ય તાવના 800 સહિત કુલ 1937 કેસ, જોખમી ટાઇફોડના 2 અને કમળાનો 1 દર્દી નોંધાયો
Email :

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી રોગચાળો વકર્યો છે. જેમાં શરદી-ઉધરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગત સપ્તાહમાં પણ શરદી-ઉધરસના કુલ 949 અને સામાન્ય તાવના 800 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે જોખમી ટાઇફોઇડ તાવના 2 અને કમળાનો પણ 1 દર્દી સામે આવ્યો હતો. જોકે, મચ્છરજન્ય મેલેરિયા અને ડેન્ગ્યુનો કોઈપણ કેસ નોંધાયો નથી. કુલ દર્દીઓની સંખ્યા 1937 થતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે અને રોગચાળો કાબુમાં રાખવા

ફોગીંગ સહિતની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. મનપાના ચોપડે વિવિધ રોગોના 1937 કેસ નોંધાયા પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાના ચોપડે વિવિધ રોગોના 1937 કેસ નોંધાયા હતા. જેમાં શરદી-ઉધરસના 949 કેસ, ઝાડા-ઉલટીના 185, સામાન્ય તાવના 800 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અતિ જોખમી ગણાતા ટાઇફોઇડ તાવના 2 કેસ અને લાંબા

સમય બાદ કમળાનો પણ 1 કેસ નોંધાયો છે. જોકે, આ આંકડાઓ સરકારી આરોગ્ય કેન્દ્રોના છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકોને ધ્યાનમાં રાખીએ તો કુલ દર્દીનો આંકડો 9,000 કરતા વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. શરદી-ઉધરસ અને તાવના વધુ કેસો સામે આવ્યા મનપાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, હાલમાં શરદી-ઉધરસ તેમજ તાવના વધુ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની

સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. અને સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો એ હિતાવહ છે. ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ લથડતી લાગે તો તરત જ મનપાનાં આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટર્સની સલાહ લઈ તે મુજબની દવા કરવી જરૂરી છે. 849 ઘરોમાં ફોગીંગ સહિતની કામગીરી કરાઈ રોગચાળા દ્વારા ઊભા થતા આરોગ્ય પડકારને પહોંચી વળવા મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં

વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 3 ફેબ્રુઆરીથી લઈ 9 ફેબ્રુઆરી સુધીમાં 27,627 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. અને 849 ઘરોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે. 165 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી આ ઉપરાંત રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ

સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 614 પ્રિમાઈસિસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 283 તો કોર્મશિયલમાં કુલ 165 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ મચ્છરની ઉત્પત્તિ બદલ વહિવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. હાલ ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આમ છતાં મનપા દ્વારા જે સ્થળેથી ડેન્ગ્યુના કેસો સામે આવ્યા હતા, તેવા સ્થળે ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

Related Post