ભચાઉના એસટી કંડક્ટરનું કરુણ મોત: ભુજ-ભચાઉ રૂટ પર ફરજ દરમિયાન હૃદયનો હુમલો, એક વર્ષે બાદ નિવૃત્તિની તૈયારી હતી

ભચાઉના એસટી કંડક્ટરનું કરુણ મોત:ભુજ-ભચાઉ રૂટ પર ફરજ દરમિયાન હૃદયનો હુમલો, એક વર્ષે બાદ નિવૃત્તિની તૈયારી હતી
Email :

ભચાઉ એસટી ડેપોના 56 વર્ષીય કંડક્ટર ગોપાલ ગોવા ચાવડાનું ફરજ દરમિયાન કરુણ મોત નિપજતા સમગ્ર એસટી તંત્રમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ગુરુવારે સવારે 7:20 કલાકે ભુજથી ભચાઉ તરફ જતી બસમાં ફરજ બજાવતા કંડક્ટરને ચંદ્રાણી ગામના પાટિયા નજીક અચાનક છાતીમાં

તીવ્ર દુખાવો શરૂ થયો હતો. બસમાં સવાર મુસાફરોએ તેમની સંભાળ લીધી હતી અને ચાલકે તાત્કાલિક બસને દુધઈ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને એમ્બ્યુલન્સ મારફતે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર

દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક કંડક્ટર માત્ર એક વર્ષ બાદ નિવૃત્ત થવાના હતા, જે આ ઘટનાને વધુ કરુણ બનાવે છે. ભચાઉ એસટી ડેપોના ઇન્ચાર્જ નાનજી જાદવના જણાવ્યા મુજબ, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ સમગ્ર કચ્છના એસટી વિભાગમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

Related Post