વાંકાનેરમાં ગેસ લીકેજથી કરુણ ઘટના: સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા વૃદ્ધનું દાઝી જવાથી મોત

વાંકાનેરમાં ગેસ લીકેજથી કરુણ ઘટના:સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા વૃદ્ધનું દાઝી જવાથી મોત
Email :

વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક આવેલા સનરાઈઝ મલ્ટી સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કરુણ ઘટના સામે આવી છે. કંપનીના લેબર કવાર્ટરમાં રહેતા 60 વર્ષીય કુલદીપસિંહ બક્ષીસસિંહ 21મી જાન્યુઆરીના રોજ સવારે સાત વાગ્યાના સુમારે રસોઈ બનાવી રહ્યા

હતા ત્યારે અચાનક ગેસ લીકેજને કારણે બ્લાસ્ટ થયો હતો. આ ભયાનક અકસ્માતમાં કુલદીપસિંહ આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુःખદ અવસાન

થયું હતું. હોસ્પિટલ દ્વારા આ ઘટનાની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવી હતી. પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ કારખાનાના કામદારો અને સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે.

Related Post