મૂર્તિ વિસર્જન દરમિયાન કરુણ ઘટના: ચેકડેમમાં બે બિહારી યુવાન શ્રમિક ડૂબ્યા, 6 માસના બાળકે પિતા ગુમાવ્યાં

મૂર્તિ વિસર્જન દરમિયાન કરુણ ઘટના:ચેકડેમમાં બે બિહારી યુવાન શ્રમિક ડૂબ્યા, 6 માસના બાળકે પિતા ગુમાવ્યાં
Email :

ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે વસંત પંચમી નિમિત્તે ઉજવણીનો માહોલ અચાનક માતમમાં ફેરવાઈ ગયો. સુપ્રીમ કાસ્ટ ફેક્ટરીમાં કાર્યરત બે બિહારી યુવાન શ્રમિકોએ સરસ્વતી માતાની મૂર્તિના વિસર્જન દરમિયાન જીવ ગુમાવ્યો હતો. ઘટના 3 ફેબ્રુઆરીની સાંજે બની હતી, જ્યારે 12થી 15 લોકોનું જૂથ ગાજતે-વાજતે મૂર્તિને ગામ નજીકના ચેકડેમ સુધી વિસર્જન માટે લઈ ગયું

હતું. વિસર્જન દરમિયાન 23 વર્ષીય અમનકુમાર ગૌતમરાય અને 20 વર્ષીય કુમાર ગૌરવ સુભાષ માલાહર ઊંડા પાણીમાં આગળ વધ્યા અને ડૂબવા લાગ્યા. લોકો બચાવ કરે તે પહેલાં જ બંને યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા. ઘટનાની જાણ થતાં ફેક્ટરીના માલિક અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા. ગોંડલ ફાયર બ્રિગેડની ટીમે બંને મૃતદેહોને બહાર

કાઢ્યા અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કરુણતા એ છે કે મૃતક કુમાર ગૌરવ પરિણીત હતો અને તેમને 6 માસનો પુત્ર છે, જ્યારે અમનકુમાર અપરિણીત હતો. બંને યુવાનો છેલ્લા 6 માસથી સુપ્રીમ કાસ્ટ ફેક્ટરીમાં કાર્યરત હતા. સમગ્ર ઘટનાની તપાસ તાલુકા PSI આર.આર. સોલંકી કરી રહ્યા છે.

Related Post