જજીસની અન્ય જિલ્લા અને સેમ કોર્ટ ટ્રાન્સફર: હાઈકોર્ટે 203 સિવિલ જજ, 200 સિનિયર સિવિલ જજની ટ્રાન્સફર કરી, ડિસ્ટ્રિક્ટ કેડરના 63 જજને અન્ય જિલ્લામાં મૂક્યા

જજીસની અન્ય જિલ્લા અને સેમ કોર્ટ ટ્રાન્સફર:હાઈકોર્ટે 203 સિવિલ જજ, 200 સિનિયર સિવિલ જજની ટ્રાન્સફર કરી, ડિસ્ટ્રિક્ટ કેડરના 63 જજને અન્ય જિલ્લામાં મૂક્યા
Email :

ગુજરાત હાઇકોર્ટ દ્વારા સિવિલ જજ, સિનિયર જજ અને ડિસ્ટ્રિક્ટ જજની બદલી કરવામાં આવી છે. જેમાં 203 સિવિલ જજની આંતર જિલ્લા ટ્રાન્સફર કરી છે. આ ઉપરાંત 95 સિવિલ જજની સેમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં 07, આણંદ 05, અરવલ્લી 01, બનાસકાંઠા 05, ભરૂચ 07, ભાવનગર 02, બોટાદ 03, ગાંધીનગર 04, જામનગર 02, જૂનાગઢ 01, કચ્છ 04, ખેડા 01, મહેસાણા 07, પંચમહાલ 01, પોરબંદર 02, રાજકોટ 07, સાબરકાંઠા 03, સુરત 08, સુરેન્દ્રનગર 03, વડોદરા 10, વલસાડ 02નો સમાવેશ થાય છે. જુઓ સિનિયર સિવિલ જજની

બદલીનું લિસ્ટ જુઓ સિવિલ જજની બદલીનું લિસ્ટ જુઓ ડિસ્ટ્રિક્ટ જજની બદલીનું લિસ્ટ 200 સિનિયર સિવિલ જજની અન્ય જિલ્લામાં બદલી જ્યારે હાઇકોર્ટે 200 સિનિયર સિવિલ જજની અન્ય જિલ્લામાં બદલી કરી છે. આ ઉપરાંત 46ની સેમ કોર્ટ ટ્રાન્સફર કરી છે. જેમાં અમદાવાદમાં 15, અરવલ્લી 04, બનાસકાંઠા 01, ભાવનગર 01, છોટા ઉદેપુર 01, દ્વારકા 01, ગાંધીનગર 01, ગીર સોમનાથ 01, જામનગર 01, જૂનાગઢ 01, કચ્છ 02, મહેસાણા 01, નવસારી 01, પંચમહાલ 01, પોરબંદર 01, રાજકોટ 03, સુરત 02, વડોદરા 07, વલસાડ 01નો સમાવેશ થાય છે. 48 જ્યુડિશિયલ ઓફિસરની

સેશન્સ જજ તરીકે નિમણૂંક તેની સાથે સાથે હાઇકોર્ટે ડિસ્ટ્રિક્ટ જજ કેડરના 63 જજીસને અન્ય જિલ્લામાં ટ્રાન્સફર કર્યા છે. જ્યારે 48 જ્યુડિશિયલ ઓફિસરને સેશન્સ જજ તરીકે નિમણૂંક આપી છે. ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં સેમ કોર્ટ બદલીમાં કુલ 93 જજીસનો સમાવેશ થાય છે. જેમાં અમદાવાદમાં 06, આણંદ 06, બનાસકાંઠા 03, ભરૂચ 03, ભાવનગર 04, છોટાઉદેપુર 01, દાહોદ 03, ગાંધીનગર 03, ગીર સોમનાથ 02, જામનગર 04, જુનાગઢ 03, કચ્છ 07, મહેસાણા 05, નવસારી 01, પંચમહાલ 03, પાટણ 05, રાજકોટ 07, સુરત 15, સુરેન્દ્રનગર 04, વડોદરા 08 નો સમાવેશ થાય છે.

Leave a Reply

Related Post