નવસારીમાં ટ્રાન્સજેન્ડર આઇડેન્ટીટી કાર્ડનું વિતરણ: કલેકટર ક્ષિપ્રા આગ્રેએ શનાયા મુનસીને સર્ટિફિકેટ અને આઇડી કાર્ડ આપ્યા

નવસારીમાં ટ્રાન્સજેન્ડર આઇડેન્ટીટી કાર્ડનું વિતરણ:કલેકટર ક્ષિપ્રા આગ્રેએ શનાયા મુનસીને સર્ટિફિકેટ અને આઇડી કાર્ડ આપ્યા
Email :

નવસારી જિલ્લામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના અધિકારોના રક્ષણ માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ નવસારીની વતની શનાયા હારૂન મુનસીને ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ અને આઇડેન્ટીટી કાર્ડ આપ્યા છે. આ

સર્ટિફિકેટ અને આઇડી કાર્ડ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ અધિનિયમ-2019ની કલમ-6 હેઠળ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ નિયમો-2020ના નિયમ-5 અંતર્ગત પણ આ દસ્તાવેજો જારી કરવામાં આવ્યા

છે. આ પહેલથી ટ્રાન્સજેન્ડર સમુદાયના સભ્યોને તેમની ઓળખ સ્થાપિત કરવામાં અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં મદદ મળશે. આ પગલું ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના સામાજિક સમાવેશ અને સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ કદમ છે.

Related Post