બ્રિટનમાં ટ્રાન્સજેન્ડર્સને મહિલા ગણવામાં આવશે નહીં: કોર્ટે અનામત આપવાનો ઇનકાર કર્યો; કહ્યું- સ્ત્રી તે, જે જન્મથી ફિમેલ છે

બ્રિટનમાં ટ્રાન્સજેન્ડર્સને મહિલા ગણવામાં આવશે નહીં:કોર્ટે અનામત આપવાનો ઇનકાર કર્યો; કહ્યું- સ્ત્રી તે, જે જન્મથી ફિમેલ છે
Email :

બ્રિટનમાં હવે ટ્રાન્સજેન્ડર્સને મહિલા ગણવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે બુધવારે મહિલા હોવાની કાનૂની પરિભાષા પર પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે જે વ્યક્તિ જન્મથી સ્ત્રી હોય, એટલે કે બાયોલોજીકલ સ્ત્રી હોય, તેને જ સ્ત્રી ગણવામાં આવશે. કોર્ટના આ નિર્ણયની ટ્રાન્સજેન્ડર અધિકારો પર લાંબા ગાળાની અસર પડશે. સમાનતા અધિનિયમ 2010ની પરિભાષા કરતા, કોર્ટે સમજાવ્યું કે સ્ત્રી અને લિંગ શબ્દો બાયોલોજીકલ સ્ત્રી અને બાયોલોજીકલ જેન્ડરનો સંદર્ભ આપે છે. પાંચ ન્યાયાધીશોની બેન્ચે સર્વાનુમતે

આ નિર્ણય આપ્યો. બેન્ચમાં રહેલા ન્યાયાધીશ પેટ્રિક હોજે કહ્યું કે આ કાયદો ટ્રાન્સજેન્ડર લોકોને તેમના જેન્ડરના આધારે ભેદભાવથી રક્ષણ આપે છે. સ્ત્રી હોવા પર ચર્ચા કેમ શરૂ થઈ? 2018માં સ્કોટિશ સરકારે જાહેર સંસ્થાઓમાં 50% મહિલા પ્રતિનિધિત્વ ફરજિયાત કરતો કાયદો રજૂ કર્યો. આ કાયદામાં, ટ્રાન્સજેન્ડર મહિલાઓ (જેમની પાસે લિંગ ઓળખ પ્રમાણપત્ર અથવા GRC છે)ને પણ 'મહિલા' ગણવામાં આવે છે. ફોર વુમન સ્કોટલેન્ડ નામના જૂથે આ બિલનો વિરોધ કર્યો હતો અને કહ્યું

હતું કે આ કાયદો 'સ્ત્રી'ની પરિભાષાને અન્યાયી રીતે બદલી નાખે છે. 2022માં સ્કોટિશ કોર્ટમાં કેસ હાર્યા બાદ, તે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. કોર્ટનો નિર્ણય શું છે? પાંચ ન્યાયાધીશોએ સર્વાનુમતે કહ્યું કે, સમાનતા કાયદામાં 'સ્ત્રી' અને 'સેક્સ'નો અર્થ જન્મથી સ્ત્રી અને કુદરતી સેક્સ છે. ટ્રાન્સજેન્ડર મહિલાઓ, ભલે તેમની પાસે GRC હોય, પણ કાયદેસર રીતે 'મહિલાઓ'ની શ્રેણીમાં આવતી નથી. કોર્ટે કહ્યું કે જો ટ્રાન્સજેન્ડરોને સામેલ કરવામાં આવે તો કાયદો અવ્યવહારુ બની જશે. આ

નિર્ણયની શું અસર થશે? ટ્રાન્સજેન્ડર મહિલાઓને હવે મહિલાઓના શૌચાલય, ચેન્જિંગ રૂમ, હોસ્પિટલના વોર્ડ, જેલ અથવા બળાત્કાર કાઉન્સેલિંગ સેન્ટર જેવા સ્થળોએથી બાકાત રાખી શકાય છે. અગાઉ, ટ્રાન્સજેન્ડરો મહિલા શૌચાલય અથવા ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરી શકતા હતા. હવે તેઓએ તેનો ઉપયોગ કરવા માટે માન્ય કારણ આપવું પડશે. ટ્રાન્સજેન્ડરો મહિલા રમતોમાંથી બહાર રહેશે ટ્રાન્સજેન્ડર્સને મહિલા રમતોમાંથી બાકાત રાખી શકાય છે. આ ચુકાદો અમેરિકા જેવા દેશોમાં ટ્રાન્સજેન્ડર અધિકારો પરની ચર્ચાને પ્રભાવિત કરી શકે છે,

જ્યાં તેનો ઉપયોગ એક ઉદાહરણ તરીકે થઈ શકે છે. ટ્રાન્સ કાર્યકરોએ કહ્યું- આ નિર્ણય અપમાનજનક છે ટ્રાન્સ બ્રોડકાસ્ટર અને કાર્યકર્તા ઇન્ડિયા વિલોબીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણયથી તેમનું દિલ તૂટી ગયું છે. એક સ્ત્રી તરીકેના મારા અધિકારો છીનવાઈ ગયા છે. મને અને મારા જેવા લોકોને એમ કહેવું કે અમે સ્ત્રીઓ નથી, એ એક ઐતિહાસિક અન્યાય છે. વિલોબીએ કહ્યું કે ટ્રાન્સ વિરોધી લોકો ખુશ છે તે સાબિત કરે છે કે હું સુરક્ષિત

નથી. આ નિર્ણય અપમાનજનક છે. હું હંમેશા સ્ત્રી રહી છું અને હંમેશા સ્ત્રી રહીશ. હેરી પોટરની લેખીકાએ નિર્ણયનું સ્વાગત કર્યું હેરી પોટરની લેખીકા જે.કે. રોલિંગે આ બાબતે FWSને ટેકો આપ્યો. તેમણે X પર એક પોસ્ટ લખીને આ કેસમાં સામેલ તમામ મહિલાઓની પ્રશંસા કરી. તેમણે કહ્યું: 'આ કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જવા માટે ત્રણ અસાધારણ મહિલાઓની સેનાની જરૂર પડી અને જીતીને તેમણે સમગ્ર યુકેમાં મહિલાઓ અને છોકરીઓના અધિકારોનું રક્ષણ કર્યું છે.'

Leave a Reply

Related Post