ગુજરાતની કો.ઓપરેટિવ બેન્કના ડિરેક્ટરોના બેડામાં હડકંપ: સહકારી બેન્કોનાં ડિરેક્ટર પદ પર હવે 10 વર્ષની મર્યાદા લાગુ, 211 બેન્કના 2300 ડિરેક્ટરોની હકાલપટ્ટીનું કાઉન્ટ ડાઉન શરૂ

ગુજરાતની કો.ઓપરેટિવ બેન્કના ડિરેક્ટરોના બેડામાં હડકંપ:સહકારી બેન્કોનાં ડિરેક્ટર પદ પર હવે 10 વર્ષની મર્યાદા લાગુ, 211 બેન્કના 2300 ડિરેક્ટરોની હકાલપટ્ટીનું કાઉન્ટ ડાઉન શરૂ
Email :

જલ્પેશ કાળેણા કૉ-ઓપરેટીવ બેન્ક (સહકારી બેન્ક)માં હવે કોઈ પણ વ્યક્તિ 10 વર્ષ જ ડિરેક્ટર પદ પર રહી શકશે. કેન્દ્ર સરકારએ 15મી એપ્રિલના રોજ ગેજેટ બહાર પાડી સ્પષ્ટતા કરી છે, ગુજરાતમાં નાની મોટી મળીને અંદાજીત 211 જેટલી કૉ-ઓપરેટીવ બેન્કો કાર્યરત છે. જેમાંથી 85 બેન્કો એવી છે જેની એક જ શાખા છે. આ તમામ બેન્કો મળીને અંદાજીત 2700થી વધારે ડિરેક્ટરો છે. જેમાંથી 2300થી વધારે ડિરેક્ટરો 10 વર્ષથી વધારે સમયથી ડિરેક્ટર પદ ભોગવી રહ્યાં છે. હવે આ ડિરેક્ટરોની હકાલ પટ્ટી આરબીઆઈ દ્વારા કરવામાં આવશે. અમુક તો એવા છે કે, 30-30 વર્ષથી બેન્કમાં ડિરેક્ટર પદ

પર છે. પહેલા શું ચાલતું હતું? { ચૂંટણી નજીક આવતા ડિરેક્ટરો રાજીનામું આપે { થોડા સમય બાદ ફરીથી ચૂંટણી લડી જીતે { સમયગાળો “તૂટ્યો” ગણાતા, જેથી લિમિટ લાગુ ન પડે નવા યુવાનોને શું લાભ? { વર્ષોથી પદ પર બેઠેલા ડિરેક્ટરો હવે વિદાય લેશે { નવી પેઢીને લીડરશિપનો મોકો { લોકલ લેવલ પર વધુ પારદર્શિતા અને જવાબદારી આ કાયદાનો મુખ્ય હેતુ { પેઢીપ્રથાની ઈજારાશાહી ખતમ કરવી { રાજકીય કે પદની સેટિંગ બંધ કરવી { બેન્ક વ્યવસ્થામાં નવી ઉર્જા લાવવી કુલ સહકારી બેન્કો : 211 માત્ર 1 શાખાવાળી બેન્કો : 85 કુલ ડિરેક્ટરો : 2700 10 વર્ષથી પદ પર : 2300 નવા અને

યુવા ચહેરાને મોકો મળશે,કો.ઓપરેટીવ બેન્કોમાં પેઢી જેવી ઈજારાશાહી ખતમ થશે આ રીતે સુધારો કરાયો : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા 1943, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 1955, બેન્કિંગ કંપનીઝ એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર અંડરટેકિંગ એક્ટ 1970 અને 1980માં સુધારો કરવામાં આવ્યો છે. લોકસભામાં અને રાજ્ય સભામાં આ ખરડો પસાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 15 એપ્રિલ 2025એ કેન્દ્ર સરકાર દ્વારા ગેજેટ જાહેર કરવામાં આવ્યું છે. બીઆર એક્ટ 1949, 28 સપ્ટેમ્બર 2020માં જે સુધારો કરવામાં આવ્યો હતો જેમાં કોઈ પણ વ્યક્તિ સહકારી બેન્કમાં ડિરેક્ટર પદ પર વધારેમાં વધારે 8 વર્ષ

જ રહી શકે. નહીં. જેની સામે 97ના બંધારણિય સુધારા પ્રમાણે સહકારી બેન્કમાં ડિરેક્ટરો 5-5 વર્ષની બે ટર્મ રહી શકે તેમ હતા. એટલે બીઆર એક્ટ (બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ)માં 8 વર્ષ અને બંધારણિયા સુધારામાં 10 વર્ષ હતાં. આ બંને કાયદાને કારણે ગેરસમજ ઉભી થતી હતી. જેને ધ્યાનમાં લઈ 15મી એપ્રિલે બીઆર એક્ટની કલમ 10(એ)(2એ)માં સુધારો કરી સહકારી બેન્કો માટે ડિરેક્ટરોની મહત્તમ મુદ્દત 10 વર્ષની કરવામાં આવી છે. 10 વર્ષથી વધારે સમયથી ડિરેક્ટર છે તેનું શું થશે : કાયદાનો અર્થ એ થાય છે કે, એનકેન પ્રકારે સહકારી બેન્કોમાં જે ડિરેક્ટરો 10થી વધારે

વર્ષ ચિપકી રહેતા હતાં. હવે ગેજેટ પ્રમાણે નવા કાયદાને ધ્યાનમાં લઈને સ્વેચ્છાએ નિકળવું પડશે અથવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા તેમની હકાલ પટ્ટી કરવામાં આવશે. આ કારણે કાયદો બનાવાયો : બેન્કમાં ડિરેક્ટર પદ પર રહેવા માટે જ્યારે બેન્કની ચૂંટણી નજીક હોય અથવા 10 વર્ષ પૂર્ણ થતાં હોય તે પહેલાં રાજી નામું આપી દેતા હતાં. જેને લઈને વર્ષ પુરા થયા ન હોય તેથી ફરી વખત ડિરેક્ટર બની જતા હતાં. ભૂતકાળમાં સુરતની અનેક કો.ઓપરેટીવ બેન્કોના ડિરેક્ટરો ચૂંટણી નજીક હોય ત્યારે રાજીનામું આપીને ફરીથી ડિરેક્ટર માટે દાવેદારી નોંધાવી હોય તેવા પણ કિસ્સા બન્યા છે.

જેથી હવે આવી ચાલબાજી નહીં ચાલે. કોઈ પણ કાયદાનો અમલ રિઝર્વ બેન્ક લેટરલ એન્ડ સ્પિરિટમાં કરવાનું કહેતી હોય છે. તેનો અર્થ એમ થાય કે, મહિના પહેલા અથવા ચૂંટણી પહેલાં રાજી નામું નહીં આપી ફરી ડિરેક્ટર પદે આવી શકશે નહીં. નવા ચહેરાને લાભ મળશે : કેટલીક બેન્કોમાં ડિરેક્ટરોની પેઢીપ્રથા જેવી સંસ્થા સર્જાઈ ગઈ હતી, જ્યાં 15થી 40 વર્ષ સુધી એક જ વ્યક્તિ અથવા કુટુંબના લોકો પદ પર હતા. હવે આવા ‘ઈજારાશાહી મોડેલ’ને પુરો થવાનો વારો આવ્યો છે. કાયદામાં આવેલા નવા ફેરફારથી નવી પેઢી, નવા વિચારો અને વધુ પારદર્શક કામગીરી માટે દરવાજા ખુલશે.

Leave a Reply

Related Post