ત્રિપલ અકસ્માત: કલ્યાણપુરમાં ટ્રેક્ટર-કાર ટકરાયા

ત્રિપલ અકસ્માત: કલ્યાણપુરમાં ટ્રેક્ટર-કાર ટકરાયા:બાદમાં બાઈક અડફેટે એક વ્યક્તિ ઘાયલ, 108 મારફતે ખંભાળિયા હોસ્પિટલ ખસેડાયો
Email :

કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામ નજીક આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. બાંકોડી ગામના પાટીયા પાસે સવારે 6:15 વાગ્યે એક ટ્રેક્ટર અને બોલેરો કાર વચ્ચે પ્રથમ અકસ્માત

થયો હતો. આ અકસ્માત બાદ તરત જ એક મોટરસાયકલ પણ અડફેટે ચડી જતાં ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર એક વ્યક્તિને ઈજાઓ થઈ

હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આટલો મોટો અકસ્માત થવા છતાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી છે.

Leave a Reply

Related Post