છોટા ઉદેપુરમાં ટ્રકનું ટાયર ફાટ્યું: ટ્રક રસ્તા પર પલટી ખાતાં બાઇકચાલક ગંભીર; અકસ્માત બાદ ચાલક વાહન મૂકી ફરાર

છોટા ઉદેપુરમાં ટ્રકનું ટાયર ફાટ્યું:ટ્રક રસ્તા પર પલટી ખાતાં બાઇકચાલક ગંભીર; અકસ્માત બાદ ચાલક વાહન મૂકી ફરાર
Email :

છોટા ઉદેપુરના રૂનવાડ પાસે આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મધ્ય પ્રદેશથી ગ્રેવલ ભરેલી ટ્રક (નંબર HR 47 E 7041) આવી રહી હતી. આ દરમિયાન ટ્રકનું ટાયર અચાનક ફાટી જતાં ટ્રક રસ્તા વચ્ચે

પલટી ખાઈ ગઈ હતી. દુર્ઘટના સમયે સામેથી આવી રહેલી બાઈક (નંબર GJ 34 F 5928) ટ્રકની ચપેટમાં આવી ગઈ હતી. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘાયલ બાઇક ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે છોટા ઉદેપુર

સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ટ્રક ચાલક અકસ્માત બાદ વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. ટ્રક રસ્તા વચ્ચે પલટી ખાઈ જવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.

Leave a Reply

Related Post