ટ્રમ્પની એપલના CEO ટિમ કૂકને ખુલ્લી ધમકી: ભારતમાં નહીં, અમેરિકામાં જ iPhone બનાવો; નહીંતર ઓછામાં ઓછા 25% ટેરિફ ચૂકવવો પડશે

ટ્રમ્પની એપલના CEO ટિમ કૂકને ખુલ્લી ધમકી:ભારતમાં નહીં, અમેરિકામાં જ iPhone બનાવો; નહીંતર ઓછામાં ઓછા 25% ટેરિફ ચૂકવવો પડશે
Email :

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ફરી એકવાર એપલના સીઈઓ ટિમ કૂકને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અમેરિકામાં વેચાતા આઇફોનનું ઉત્પાદન ફક્ત અમેરિકામાં જ થવું જોઈએ, ભારત કે અન્ય કોઈ દેશમાં નહીં. આ સાથે, ટ્રમ્પે એપલ પર ઓછામાં ઓછા 25% ટેરિફ લાદવાની ધમકી પણ આપી હતી. ટ્રમ્પે શું લખ્યું છે? ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું- મેં આ સંદર્ભમાં એપલના ટિમ કૂકને

ઘણા સમય પહેલા જ જાણ કરી દીધી હતી. મને આશા છે કે અમેરિકામાં વેચાતા તેમના iPhones પણ ભારતમાં કે અન્ય કોઈ જગ્યાએ નહીં, પણ અમેરિકામાં જ બનાવવામાં આવશે. જો આવું નહીં થાય તો એપલે અમેરિકાને ઓછામાં ઓછા 25% ટેરિફ ચૂકવવા પડશે. 8 દિવસ અગાઉ, ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં આઈફોનનું ઉત્પાદન બંધ કરવા અને તેના બદલે અમેરિકામાં આઈફોન બનાવવા કહ્યું હતું. રાષ્ટ્રપતિ

તરીકેના બીજા કાર્યકાળમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહેલા ટ્રમ્પે કહ્યું કે એપલ અમેરિકામાં તેનું ઉત્પાદન વધારશે. અમેરિકાના બજારમાં વેચાતા 50% આઇફોન ભારતમાં બને છે એપલના CEO ટિમ કૂકે તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે યુએસ માર્કેટમાં વેચાતા 50% આઈફોન ભારતમાં બનાવવામાં આવે છે. કૂકે જણાવ્યું હતું કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારત અમેરિકામાં વેચાતા આઇફોનનો મૂળ દેશ બનશે. એરપોડ્સ, એપલ વોચ જેવાં અન્ય ઉત્પાદનો પણ મોટેભાગે

વિયેતનામમાં બનાવવામાં આવી રહ્યાં છે. ચીનની સરખામણીમાં ઓછા ટેરિફ હોવાને કારણે કંપની ભારત અને વિયેતનામને પ્રાથમિકતા આપી રહી છે. ચીનમાં ઊંચા ટેરિફની સરખામણીમાં ભારત અને વિયેતનામથી થતી આયાત પર માત્ર 10% ટેક્સ છે. 2026 સુધીમાં દેશમાં વાર્ષિક 6 કરોડ+ આઇફોનનું ઉત્પાદન થશે માર્ચ-2024થી માર્ચ-25 દરમિયાન આઇફોનનું ઉત્પાદન 60% વધ્યું માર્ચ 2024થી માર્ચ 2025 સુધીના 12 મહિનામાં એપલે ભારતમાં $22 બિલિયન (લગભગ ₹1.88 લાખ

કરોડ)ના મૂલ્યના iPhonesનું ઉત્પાદન કર્યું. ગયા વર્ષની સરખામણીમાં 60%નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન એપલે ભારતમાંથી $17.4 બિલિયન (લગભગ ₹1.49 લાખ કરોડ)ના મૂલ્યના iPhones નિકાસ કર્યા. એ જ સમયે વિશ્વમાં દર 5માંથી એક આઇફોન હવે ભારતમાં બનાવવામાં આવી રહ્યો છે. ભારતમાં તામિલનાડુ અને કર્ણાટકની ફેક્ટરીઓમાં આઇફોનનું ઉત્પાદન થાય છે. ફોક્સકોન એનો સૌથી વધુ ઉત્પાદન કરે છે. ફોક્સકોન એપલનો સૌથી મોટો ઉત્પાદન ભાગીદાર છે.

આ ઉપરાંત ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને પેગાટ્રોન પણ ઉત્પાદન કરે છે. નાણાકીય વર્ષ 2024માં iPhoneનું વેચાણ 8 બિલિયન ડોલર સુધી પહોંચશે નાણાકીય વર્ષ 2024માં એપલના સ્માર્ટફોનનું વેચાણ 8 બિલિયન ડોલર સુધી પહોંચ્યું. જ્યારે તેનો બજાર હિસ્સો માત્ર 8% હતો. ભારતના ઊભરતા મધ્યમવર્ગમાં iPhone હજુ પણ એક લક્ઝરી વસ્તુ છે, તેથી અહીંનું બજાર વધવાની અપેક્ષા છે. એપલ ભારત પર આટલું ધ્યાન કેમ કેન્દ્રિત કરે છે?

Leave a Reply

Related Post