'માવા' અને 'શેકેલા માવા'થી 'ફર્ઝી' સ્ટાઇલમાં નકલી નોટોનો કારોબાર: આરોપીઓ બાંગ્લાદેશ બોર્ડરથી નોટો લાવી બજારમાં વટાવતા; 6 લાખની નકલી કરન્સી વટાવ્યા બાદ ઝડપાયા

'માવા' અને 'શેકેલા માવા'થી 'ફર્ઝી' સ્ટાઇલમાં નકલી નોટોનો કારોબાર:આરોપીઓ બાંગ્લાદેશ બોર્ડરથી નોટો લાવી બજારમાં વટાવતા; 6 લાખની નકલી કરન્સી વટાવ્યા બાદ ઝડપાયા
Email :

સુરતના પુણા શાકભાજી માર્કેટમાં રૂ.500ની નકલી નોટો વટાવવા જતાં બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે 9 હજાર રૂપિયાની નકલી નોટો પણ આરોપીઓ પાસેથી જપ્ત કરી છે. પુછપરછમાં જાણવા મળ્યું કે, આરોપીઓ જ્યારે નોટ વટાવવા જતા હતા ત્યારે “માવો” કોડવર્ડ વાપરતા હતા. જ્યારે નોટ વટાવી દેતા અને પૈસા મળી જતા ત્યારે “શેકેલો માવો” શબ્દ કોડવર્ડ તરીકે વાપરતા હતા. પકડાયેલા બે આરોપીઓ વિજય ચૌહાણ અને સુરેશ ઉર્ફે ગુરૂજી ઉર્ફે ચકોર લાઠીદડીયામાંથી સુરેશ પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ બોર્ડર નજીકના માલદા વિસ્તારથી જોડાયેલો છે અને

બાંગ્લાદેશની બોર્ડર નજીક રહેતા એક વ્યક્તિ પાસેથી નોટ લાવ્યો હતો. સુરેશની સામે પહેલાથી NIA (National Investigation Agency) દ્વારા ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે, જે ગંભીર ગુનાખોરી સાથે સંકળાયેલો છે. અગાઉ આરોપીઓ 3 વાર નકલી ચલણી નોટો મુંબઈમાં આવીને વટાવી ચૂક્યા હતા. આરોપીઓના ઘરે રેડ કરતા નકલી ચલણી નોટો મળી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, SOGને 15 દિવસથી માહિતી મળી રહી હતી કે, કેટલાક લોકો ચલણી નોટ પાનના ગલ્લા અને શાકભાજી બજારમાં વટાવી રહ્યા છે. તે દરમિયાન પોલીસે

તપાસ કરી સુરેશ અને વિજય ચૌહાણ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમના ઘરો પર રેડ કરીને સુરેશ પાસેથી રૂ.5,000 અને વિજય પાસેથી રૂ.4,000ની ડુપ્લીકેટ ચલણી નોટ જપ્ત કરવામાં આવી છે. આ હાઇ-ક્વોલિટી ફેક કરન્સી તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ હાઇ-ક્વોલિટી ફેક કરન્સી છે, કારણ કે આ ચલણી નોટમાં હાઇ-ક્વોલિટી પેપર, થ્રેડ અને વોટરમાર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાઇ-ક્વોલિટી પ્રિન્ટિંગ થવાના કારણે, જ્યારે આ નોટ હાથમાં લેવામાં આવે ત્યારે કોઈપણ વ્યક્તિને ખ્યાલ ન આવે કે આ ફેક કરન્સી છે. લોકો

આને સાચી નોટ સમજીને વાપરે છે. રૂ. 2 લાખ આપીને રૂ.6 લાખ રૂપિયાની ચલણી નોટ તેઓ પશ્ચિમ બંગાળના તાહિર શેખ પાસેથી લઈ સુરત લાવ્યા હતા. રૂ. 1 લાખના એવજમાં તેઓ રૂ. 3 લાખ રૂપિયાની ફેક કરન્સી લાવતા હતા. આ રીતે ત્રણ વખત તેઓ ફેક કરન્સી સુરત લઈને આવ્યા છે. અત્યાર સુધીમાં રૂ.6 લાખની ફેક કરન્સી તેઓએ વટાવી દીધી છે. આરોપી ‘ગુરુજી’ના ગુનાહિત ઈતિહાસનો પર્દાફાશ સુરતમાં ડુપ્લીકેટ નોટ કૌભાંડમાં ઝડપાયેલા આરોપી સુરેશ ઉર્ફે ગુરૂજી ઉર્ફે ચકોર લાઠીદડીયાના ગુનાહિત ઈતિહાસનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

સુરેશને તેના ગુનાહિત ઇતિહાસ સાથે જોડાયેલા લોકો ‘ગુરૂજી’ પણ કહેતા હતા. ચલણી નોટો બનાવવી અને તેને કઈ રીતે સગેવગે કરવી તે અંગે સુરેશ નિપૂણતા મેળવી ચૂક્યો છે. અલગ-અલગ ગુનાઓમાં તે છ વર્ષ સુધી જેલમાં પણ રહી ચૂક્યો છે. 2010થી આરોપી નકલી નોટના રેકેટ સાથે સંકળાયેલો સુરેશ ઉર્ફે ગુરૂજી અગાઉ પણ NIA, ATS, DCB અને જુનાગઢ પોલીસમાં અનેક નકલી ચલણી નોટના ગુનાઓમાં સામેલ રહ્યો છે. તેના વિરુદ્ધ NIA (કલકત્તા) સ્પેશિયલ કેસ નં-05/2015, NIA (અમદાવાદ) કેસ નં-01/2019 અને 02/2019 સહિત જુનાગઢ, વરાછા અને સુરત

શહેરમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. 2010થી તે નકલી ચલણી નોટના મોટા રેકેટ સાથે જોડાયેલો રહ્યો છે. હવે ફરી એક વખત SOG સુરતની ટીમે તેને ડુપ્લીકેટ નોટ પ્રકરણમાં ઝડપી લીધો છે. તપાસ દરમિયાન તેના વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા વધુ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પ્રકરણમાં બાંગ્લાદેશ કનેક્શન છે કે નહીં તે અંગે તપાસ પશ્ચિમ બંગાળના રહેવાસી તાહિર શેખ પશ્ચિમ બંગાળના માલદા ગામનો રહેવાસી છે, જે બાંગ્લાદેશ બોર્ડર નજીક આવેલું છે. બાંગ્લાદેશથી આ કરન્સી આવતી હતી કે તાહિર શેખ ત્યાં જ પ્રિન્ટ

કરતો હતો તે અંગેની તપાસ હાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે. આ સમગ્ર રેકેટમાં બાંગ્લાદેશ કનેક્શન છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની એક ટીમ તાહિર શેખની ધરપકડ કરવા માટે રવાના કરવામાં આવી છે. કરન્સી ડિટેક્ટ કરનાર મશીન પણ આરોપીઓ પાસેથી મળ્યું આરોપી વિજય ચૌહાણે એમેઝોન પરથી મેડ-ઈન-ચાઈના કરન્સી ડિટેક્ટર મશીન ઓનલાઇન મંગાવ્યું હતું. આ મશીન પર ચલણી નોટ મૂકી તપાસ કરવામાં આવે ત્યારે ગણતરીના સેકન્ડમાં ખબર પડી જાય છે કે નોટ અસલી

છે કે નકલી. જો નોટ નકલી હોય તો તેમાં લીલા રંગના ડોટ દેખાય છે. આપણા દેશમાં કેટલીક જગ્યાએ આ પ્રકારના મશીનો સરકારી બેંકોમાં પણ રાખવામાં આવ્યા છે. આ મશીનનો ઉપયોગ કરીને આરોપીઓ અસલી અને નકલી નોટની ઓળખ કરતા હતા. બંને આરોપીઓ કેટરિંગના વ્યવસાય સાથે પણ જોડાયેલા હતા બંને આરોપીઓ નકલી નોટ સગેવગે કરવાની સાથે કેટરિંગના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હતા. જ્યાં એક બાજુ તેઓ પાનના ગલ્લા અને શાકભાજી બજારમાં નકલી નોટો સગેવગે કરતા હતા, તે સાથે તેઓ પોતાના કેટરિંગના વ્યવસાયમાં પણ નકલી

નોટો વટાવી દેતા હતા. રૂ.6 લાખની ફેક ચલણી નોટ સુરતમાં વટાવી દીધી અલગ-અલગ લોકોને આ લોકો ચલણી નોટો આપતા હતા અને આ માટે એક ગેંગ પણ બનાવી હતી. અત્યાર સુધીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને જાણવા મળ્યું છે કે, માત્ર સુરત અને નજીકના વિસ્તારોમાં જ આ લોકોએ રૂ.6 લાખની નકલી ચલણી નોટ સગેવગે કરી છે. જો મોટા પ્રમાણમાં ચલણી નોટો આપવામાં આવી હોય, તો તેમને મળનારાઓ પર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. પકડાયેલા આરોપીઓ પાસેથી મુદ્દામાલ મળ્યો SOGએ આરોપીઓની ધરપકડ બાદ મુદામાલ કબ્જે કર્યો

Related Post