પોરબંદર ક્રાઈમ ન્યૂઝ: બે બાળકોએ દુકાનમાંથી 80 હજારની ચોરી કરી, કુતિયાણામાં પતિએ પત્ની સાથે ઝઘડા બાદ ઝેર પીધું

પોરબંદર ક્રાઈમ ન્યૂઝ:બે બાળકોએ દુકાનમાંથી 80 હજારની ચોરી કરી, કુતિયાણામાં પતિએ પત્ની સાથે ઝઘડા બાદ ઝેર પીધું
Email :

પોરબંદર શહેરમાં લગ્નસરાની સીઝનમાં ગઠિયા ટોળકી સક્રિય બની છે, જેના કારણે વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એમજી રોડ અને માણેકચોક નજીક આવેલી ઉષા પ્રિન્ટરી નામની દુકાનમાં ગુરુવારે બપોરના સમયે બે બાળકોએ નોટબુકની પૂછપરછના બહાને પ્રવેશ કર્યો હતો. દુકાનના

મુખ્ય ટેબલ પરથી રૂ. 80 હજારની રોકડ રકમ ભરેલું પર્સ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વેપારીને રાત્રે ધ્યાન આવતા કીર્તિમંદિર પોલીસને જાણ કરી હતી. પીઆઈ ચૌધરીએ ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે. બીજી તરફ, વિસાવદરના વતની અને

હાલ કુતિયાણા વિસ્તારમાં ખેતમજૂરી કરતા જસુભાઈ ભીખાભાઈ વાઘેલાને તેમની પત્ની બાઘુબેન સાથે ઝઘડો થયો હતો. આ વાત તેમને લાગી આવતા તેમણે ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું, જેના કારણે વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.

Related Post