ખંભાળિયામાં પોલીસની કાર્યવાહી: પાંચ હાટડી ચોકમાંથી 60 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા, બે ફરાર

ખંભાળિયામાં પોલીસની કાર્યવાહી:પાંચ હાટડી ચોકમાંથી 60 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા, બે ફરાર
Email :

ખંભાળિયા પોલીસે દારૂ અને જુગાર વિરુદ્ધની કડક કાર્યવાહી અંતર્ગત મંગળવારે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે. સરવૈયા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે પાંચ હાટડી ચોક વિસ્તારમાં આવેલી એક દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ગાયત્રીનગરના સત્યરાજસિંહ જામભા જાડેજા (25) અને ચુનારાવાસના પ્રવીણ ઉર્ફે પિન્ટુ

ભીખુભાઈ ચોપડા (29)ને વિદેશી દારૂની 60 બોટલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે કુલ રૂ. 43,872ની કિંમતનો દારૂ અને રૂ. 10,000ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂ. 53,872નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન આ પ્રકરણમાં વિશ્વરાજસિંહ મયુરસિંહ પરમાર અને મયુર ચંદ્રવાડીયા નામના બે અન્ય શખ્સો સપ્લાયર અને ભાગીદાર

તરીકે સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી અન્ય બે ફરાર આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ સફળ કામગીરીમાં પી.આઈ. બી.જે. સરવૈયાની આગેવાની હેઠળ હેમતભાઈ નંદાણીયા, સામતભાઈ ગઢવી, ભરતભાઈ જમોડ, દિવ્યરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા, કાનાભાઈ લુણા અને અરજણભાઈ આંબલીયાની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Related Post