ન્યુ ગુજરાત એક્સક્લુઝિવ: રાજકોટના ભૂપત ભરવાડ સહિત બે શખ્સ જામનગરની જેલમાં ગેરકાયદે રીતે ગયા, બે આરોપીને બેરોકટોક મળ્યા

ન્યુ ગુજરાત એક્સક્લુઝિવ:રાજકોટના ભૂપત ભરવાડ સહિત બે શખ્સ જામનગરની જેલમાં ગેરકાયદે રીતે ગયા, બે આરોપીને બેરોકટોક મળ્યા
Email :

રાજકોટમાં અગાઉ અનેક ગુનામાં ચોપડે ચડી ચૂકેલો ભૂપત ભરવાડ ફરીથી પોલીસ દફતરે ચડ્યો છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ભૂપત અન્ય એક મોટાં માથાં સાથે જામનગર જેલમાં ગેરકાયદે ગયો હતો અને ગુજસીટોકના આરોપીઓને મળ્યો હતો. આ મામલો જામનગર જિલ્લા પોલીસવડાના ધ્યાને આવતા પોલીસવડાએ જેલની મુલાકાત લઇ તપાસ કરતાં આ ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ભૂપતને નોટિસ ફટકારી હાજર થવા ફરમાન

કર્યું છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જામનગર જિલ્લા જેલમાં ત્રણ શખ્સ મુલાકાતે આવ્યા હતા. આ ત્રણ પૈકીના એક શખ્સે મુલાકાત માટેની મંજૂરી મેળવી હતી અને જેલ સ્ટાફને મળવાની મંજૂરી લીધાનું જેલ દફતરે નોંધાયું હતું. મંજૂરી એક જ વ્યક્તિએ લીધી હતી અને મળવા ત્રણ શખ્સ પહોંચ્યા હતા. જેલમાં થયેલી આ ભેદી હિલચાલની જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને જાણ

થઇ હતી અને પોલીસવડા ડેલુ તથા ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તેમજ 50 જેટલો પોલીસ સ્ટાફ આ મુલાકાતના ચોથા દિવસે જેલે પહોંચી ગયો હતો. જામનગર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મુલાકાત કોઇ કેદી સાથે નહીં પરંતુ જેલ સ્ટાફ સાથે કરવાની હતી તેવું દર્શાવવામાં આવ્યું હતું. એક શખ્સની મંજૂરી હતી, પરંતુ જેલમાં ઘુસ્યા હતા ત્રણ શખ્સ. જેલના પ્રતિબંધિત વિસ્તારમાં ત્રણેય શખ્સ

પહોંચ્યા હતા અને ત્યાં જેલના સ્ટાફની સાથે ગુજસીટોકના ગુનામાં જેલમાં રહેલા બે આરોપીને મળ્યા હતા. જિલ્લા પોલીસવડાએ સીસીટીવી ફૂટેજ ચેક કરાવતા આ કરતૂતોનો ભાંડોફોડ થયો હતો. સીસીટીવી ફૂટેજમાં દેખાતા ત્રણ પૈકીનો એક શખ્સ રાજકોટનો કુખ્યાત ભૂપત બાબુતર ઉર્ફે ભૂપત ભરવાડ હોવાનું સ્પષ્ટ થયું હતું. જામનગર જિલ્લા જેલ જામનગર સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી હોય એ-ડિવિઝન

પોલીસે ભૂપત ભરવાડને નોટિસ મોકલી હાજર થવા ફરમાન કર્યું છે. મંજૂરી ન હોવા છતાં ગુજસીટોકના આરોપીઓને શા માટે મળ્યા?, કોના કહેવાથી મળ્યા?, મળવાનો હેતુ શું? સહિતના મુદ્દે ભૂપતની પૂછપરછ થશે ત્યારબાદ ભૂપત સાથે કોણ હતું તે પણ બહાર આવશે. રાજકોટ-ગોંડલ વચ્ચેના ગામની વ્યક્તિ CCTV કેમેરામાં કેદ થઇ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તેમાં ભૂપત ભરવાડની

સાથે અન્ય એક વ્યક્તિ પણ ગેરકાયદે જેલમાં ઘુસ્યો હતો. આ શખ્સે પણ જેલમાં મુલાકાત માટે મંજૂરી લીધી નહોતી. અન્ય વ્યક્તિએ લીધેલી મંજૂરીમાં તે સાથે ઘૂસી ગયો હતો. આ શખ્સ રાજકોટ-ગોંડલ વચ્ચેના એક ગામનો વ્યક્તિ હોવાનું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યું છે. ભૂપત ભરવાડ માત્ર મહોરું હોય અને આ શખ્સ જ મુખ્ય કાવતરાખોર હોવાની પણ ચર્ચાઓ શરૂ થઇ હતી.

Related Post