પાલિકાનું પાપ, બાળકને મોતના મુખમાં ધકેલ્યું: મેયર દક્ષેશ માવાણી ગાંધીનગરમાં ક્રિકેટ રમવામાં વ્યસ્ત, સ્થાનિકોએ કોલ કર્યો તો કહ્યું-ટીમ મોકલું છું, NDRFનું રેસ્ક્યૂ

પાલિકાનું પાપ, બાળકને મોતના મુખમાં ધકેલ્યું:મેયર દક્ષેશ માવાણી ગાંધીનગરમાં ક્રિકેટ રમવામાં વ્યસ્ત, સ્થાનિકોએ કોલ કર્યો તો કહ્યું-ટીમ મોકલું છું, NDRFનું રેસ્ક્યૂ
Email :

સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5.30ની આસપાસ બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ન મળતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યો હતો

અને કેમેરાની મદદથી ડ્રેનેજ લઈનમાં શોધખોળ શરૂ કરી હતી. છ કલાકની જહેમત બાદ પણ બાળક ન મળતાં મોડીરાત્રે રેસ્ક્યૂની કામગીરી બંધ કરાઈ હતી. આજે (6 ફેબ્રુઆરી) ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. 16 કલાકથી વધુ સમય થઈ ગયો, પણ તેનો હજુ કોઈ પત્તો લાગ્યો નહિ. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ

પહેલાં જ બાળકનો જન્મ દિવસ હતો. સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ (ઉં.વ. 2) માતા સાથે સાંજે 5.30 વાગ્યે બુધવારીમાં ગયો હતો. એ દરમિયાન આઇસક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યું હતું. એ દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર હતી અને એમાં બાળક ઊંધા માથે પડ્યું હતું.

Related Post