લીમખેડામાં ટ્રક-બાઇક અકસ્માતમાં બે યુવકોનું કરુણ મોત: લાકડાં ભરેલા ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતાં બાઇક પાછળ અથડાઈ, ચાલક ફરાર

લીમખેડામાં ટ્રક-બાઇક અકસ્માતમાં બે યુવકોનું કરુણ મોત:લાકડાં ભરેલા ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતાં બાઇક પાછળ અથડાઈ, ચાલક ફરાર
Email :

લીમખેડા તાલુકાના ઢઢેલા ગામ નજીક ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર ગઈકાલે સાંજે 6:30 વાગ્યે એક દુર્ઘટના સર્જાઈ હતી. આંતરસુબા ગામના બે યુવકો ભરતભાઈ મનુભાઈ હઠીલા (ઉંમર 31) અને ધ્રુવ સુક્રમભાઈ હઠીલા (ઉંમર 19) બાઇક નંબર GJ-20-AF-7610 પર દાહોદથી લીમખેડા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન, તેમની આગળ ચાલી

રહેલી ટ્રક (નંબર GJ-23-W-5895)ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવતા અચાનક શોર્ટ બ્રેક મારી હતી. જેના કારણે બાઇક ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં બંને યુવકોને માથામાં ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ

ગયો હતો. સ્થાનિક રહેવાસી નગરસિંહ રાયસિંહ રાવતે મૃતકોના પરિવારજનોને જાણ કરી હતી. બંને મૃતદેહોને લીમખેડા સરકારી દવાખાનાની મૃતદેહ કક્ષમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોએ વારંવાર આ માર્ગ પર થતા અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરી છે.

Related Post