ઉકાઈ ડેમમાં નવા નીરની આવક: 24 કલાકમાં 0.24 ફૂટનો વધારો, 11,002 ક્યુસેક પાણીની આવક

ઉકાઈ ડેમમાં નવા નીરની આવક:24 કલાકમાં 0.24 ફૂટનો વધારો, 11,002 ક્યુસેક પાણીની આવક
Email :

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં નવા નીરની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની વર્તમાન સપાટી 314.98 ફૂટ નોંધાઈ છે. ડેમની પૂર્ણ સપાટી 345 ફૂટ છે. છેલ્લા 24 કલાકમાં (ગઈકાલે સવારે 10:00 થી આજે સવારે 10:00 સુધી) ડેમની

સપાટીમાં 0.24 ફૂટનો વધારો નોંધાયો છે. હાલમાં ડેમમાં 11,002 ક્યુસેક પાણીની આવક છે. મીની હાઈડ્રો કેનાલ મારફતે 800 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાના 21 તાલુકાના 1110 ગામોને સેવા આપે છે. આ ડેમ

331.556 હેકટર વિસ્તારમાં સિંચાઈનું પાણી પૂરું પાડે છે. તાપી, સુરત, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓના લોકો માટે સિંચાઈ અને પીવાના પાણી માટે આ ડેમ જીવાદોરી સમાન છે. ગત વર્ષની સિઝનમાં સારા વરસાદને કારણે ડેમ તેની સંપૂર્ણ સપાટી સુધી પહોંચ્યો હતો.

Leave a Reply

Related Post