આણંદમાં અનધિકૃત દબાણો દૂર કરાયા: રાજેશ્રી ટોકીઝ પાસે ટીપી-10માં 15મીટર માર્ગ ખુલ્લો કરાયો, રોડ નિર્માણની કામગીરી શરૂ

આણંદમાં અનધિકૃત દબાણો દૂર કરાયા:રાજેશ્રી ટોકીઝ પાસે ટીપી-10માં 15મીટર માર્ગ ખુલ્લો કરાયો, રોડ નિર્માણની કામગીરી શરૂ
Email :

આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના ટ્રાફિક સમસ્યાને હળવી કરવાના પ્રયાસ રૂપે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર મિલિન્દ બાપનાના માર્ગદર્શન હેઠળ, રાજેશ્રી ટોકીઝ નજીક ટીપી-૧૦ વિસ્તારમાં આવેલા અવકુડા માર્ગ પરથી પાંચ કાચા-પાકા મકાનોના અનધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી મયુર

પરમાર, નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ.કે.ગરવાલ અને મનપાની દબાણ તેમજ અવકુડા ટીમની હાજરી રહી હતી. સમગ્ર કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ પાર પાડવામાં આવી હતી. દબાણો દૂર કર્યા બાદ માર્ગ ૧૫ મીટર સુધી ખુલ્લો કરવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા રોડ નિર્માણની કામગીરી પણ શરૂ કરી

દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે મ્યુનિસિપલ કમિશનરે દબાણ ટીમ સાથે આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ટ્રાફિકને અવરોધરૂપ અનધિકૃત દબાણો તબક્કાવાર દૂર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી નાગરિકોને વાહનવ્યવહારમાં રાહત મળશે.

Related Post